જોહાનિસબર્ગ : વેસ્ટ ઇન્ડિઝ ( West Indies)નો જબરદસ્ત સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેઇલ (Chris Gayle) જ્યારે ફોર્મમાં હોય છે ત્યારે તેના ચાહકોનો ઉત્સાહ ગજબનો હોય છે અને જો તે નિષ્ફળ સાબિત થાય તો ગુસ્સો પણ એટલો જ ભયંકર હોય છે. ક્રિસ ગેઇલે પોતાના આલોચકો વિશે નિરાશા જાહેર કરીને કહ્યું છે કે તેઓ હંમેશા એ ટીમ પર બોજો હોય છે જેના માટે રમતા હોય છે. ગેઇલ હાલમાં દક્ષિણ આફ્રિકામાં મજાન્સી સુપર લીગની જોજી સ્ટાર્સ ટીમ માટે રમી રહ્યો છે. આ સમયે જ તેણે પોતાનું દુખ જાહેર કર્યું છે. આ નિવેદન કરતી વખતે ગેઇલે સ્પષ્ટતા કરી છે કે હું માત્ર આ ટીમની વાત નથી કરી રહ્યો પણ છેલ્લા કેટલાક વર્ષોથી ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમતા મને આ અનુભવ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેઇલે જણાવ્યું છે કે "ક્રિસ ગેઇલે જ્યારે મેં રન નથી બનાવ્યા ત્યારે તેની સાથે હંમેશા જાણે તે ટીમ માટે ભારરૂપ હોય એવું વર્તન થયું છે. લોકો એ યાદ નથી રાખતા કે મેં તેમના માટે શું કર્યું છે અને મને સન્માન નથી આપતા. આ ટીકા માત્ર વર્તમાન ફ્રેન્ચાઇઝી સુધી સિમીત નથી. મને છેલ્લા કેટલાક વર્ષોથી આવો અનુભવ થઈ રહ્યો છે."


પોતાની લાગણીને વાચા આપતા ક્રિસ ગેઇલે કહ્યું છે કે '' એકવાર ક્રિસ ગેઇલ નિષ્ફળ જાય એટલે તેની કારકિર્દીનો અંત આવી ગયો છે એવી ચર્ચા શરૂ થઈ જાય છે. તે સારો નથી, તે સૌથી ખરાબ ખેલાડી છે અને અન્ય બાબતોની ચર્ચા શરૂ થઇ જાય છે. મેં સામાન્ય રીતે આ બાબતો પર કાબૂ મેળવ્યો છે અને હવે હું અપેક્ષા રાખું છું કે આ વસ્તુઓ સામે આવશે જ અને તેની સાથે જીવી રહ્યો છું."
 


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....