મુંબઈઃ ભારતમાં ક્રિકેટની દેખરેખ કરી રહેલી પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ સાત તેવા રાજ્યોની ઓળખ કરી છે, જેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના નવા બંધારણને માનવાનો ઈન્કાર કરી દીધો છે. સીઓએએ સુપ્રીમ કોર્ટને આવા તમામ રાજ્ય ક્રિકેટ એસોસિએશનના મતાધિકાર રદ્દ કરવાની ભલામણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે નવ ઓગસ્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, તમામ રાજ્ય ક્રિકેટ એસોસિએશને લોઢા સમિતિની ભલામણના આધાર પર તૈયાર બીસીસીઆઈનું સંશોધિત બંધારણનું પાલન કરવાનું રહેશે. વેબસાઇટ ઈએસપીએનના રિપોર્ટ અનુસાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, મેઘાલય, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશે આ નવા સંશોધિત બંધારણનું પાલન કરવાનો ઈન્કાર કરી દીધો છે. 


આ સિવાય અન્ય રાજ્ય ક્રિકેટ સંઘોને બે વર્ગોમાં વિભાજીત કરવામાં આવ્યા છે. તેમાં એક વર્ગ પાર્શિયલી કોમપ્લિએન્ટ તે રાજ્યોનું છે, જેણે આશિંક રૂપથી આ સંશોધિત બંધારણનું પાલન કર્યું છે. બીજા વર્ગમાં સબ્સટેન્શિયલી કોમપ્લિએન્ટમાં તે રાજ્યો સામેલ છે, જે ઘણી હદ સુધી આનું પાલન કરી રહ્યાં છે. પરંતુ આમાંથી કોઈ રાજ્ય એવું નથી, જે પૂર્ણ રૂપથી બીસીસીઆઈ દ્વારા લોઢા સમિતિની ભલામણથી તૈયાર નવા સંશોધિત બંધારણનો અમલ કરે છે. 


આ રીતે સીઓએએ સાત રાજ્યોને ચેતવણી આપતા નવું બંધારણના પાલનનો આદેશ આપ્યો છે અને આમ ન થયું તો તેના મતાધિકારના અધિકારને રદ્દ કરવાની વાત કરી છે. સીઓએનું કહેવું છે કે નક્કી કરેલા સમય સુધી આ રાજ્યોનું વલણ આમ જ રહ્યું તો, બીસીસીઆઈની ચૂંટણીમાં તેના મતાધિકારના અધિકારોને રદ્દ કરી દેવામાં આવશે. 


નોન-કોમપ્લિએન્ટ સ્ટેટ એસોસિએશનઃ હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, મેઘાલય, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશ. 


પાર્શિયલી કોમપ્લિએન્ટ સ્ટેટ એસોસિએશનઃ તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઝારખંડ, ગોવા, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ, છત્તીસગઢ, મણિપુર, વિદર્ભ. 


સબ્સટેન્શિયલી કોમપ્લિએન્ટ સ્ટેટ એસોસિએશનઃ આંધ્ર પ્રદેશ, આસામ, બરોડા, મિઝોરમ, પોંડુચેરી, દિલ્હી, હૈદરાબાદ, જમ્મૂ-કાશ્મીર, કેરલ, મુંબઈ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ.