નવી દિલ્હીઃ બીસીસીઆઈની ચૂંટણી હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને કારણે હવે એક દિવસ મોડી 23 ઓક્ટોબરે યોજાશે. ભારતીય ક્રિકેટનું સંચાલન કરી રહેલી પ્રશાસકોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે મંગળવારે પીટીઆઈને આ જાણકારી આપી હતી. બંન્ને રાજ્યોમાં એક તબક્કામાં 21 ઓક્ટોબરે ચૂંટણી થશે અને આ બે એસોસિએશનના મત આપનારા સભ્યોને કોઈ અસુવિધા ન થાય તે નક્કી કરવા માટે બીસીસીઆઈએ ચૂંટણી એક દિવસ માટે સ્થગિત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઓએ પ્રમુખ રાયે કહ્યું, 'બીસીસીઆઈની ચૂંટણી પાટા પર છે. રાજ્ય ચૂંટણીને કારણે અમે ચૂંટણી એક દિવસ ટાળવાનો નિર્ણય લીધો છે. તેથી હવે તે 22 ઓક્ટોબરની જગ્યાએ 23 ઓક્ટોબરે યોજાશે. અન્ય જગ્યાએ તમે ગમે તે વાંચશો તે  તથ્યાત્મક રૂપે ખોટુ હશે.'


સીઓએની એક અન્ય સભ્ય ડાયના એડલ્જીએ કહ્યું કે, તે બીસીસીઆઈની ચૂંટણીમાં કોઈપણ પ્રકારના વિલંબની વિરુદ્ધ છે પરંતુ સમજી શકાય છે કે રાજ્ય ચૂંટણીને કારણ તેને એક દિવસ ટાળવામાં આવી છે. 

રિષભ પંતના બચાવમાં આવ્યો યુવરાજ, કહ્યું- વધુ દબાવ બનાવશો તો થશે નુકસાન


ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન એડલ્જીએ કહ્યું, 'સુપ્રીમ કોર્ટના 20 સપ્ટેમ્બરના આદેશ અનુસાર રાજ્ય એસોસિએશનને કેટલાક દિવસની છૂટ આપી શકાય છે પરંતુ બીસીસીઆઈની ચૂંટણી સમય પર થવી જોઈએ. મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી હોવાને કારણે અમે તેને એક દિવસ માટે ટાળી શકીએ છીએ.'


રાય મંગળવારે સુપ્રીમ કોર્ટની સુનાવણીના પરિણામથી ખુશ હતા. સુનાવણી દરમિયાન તેમની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો જેમાં તમિલનાડુ ક્રિકેટ સંઘને ચૂંટણી કરાવવા માટે આપવામાં આવેલી મંજૂરી પર સ્પષ્ટીકરણની માગ કરવામાં આવી હતી. 


લિયોનેલ મેસી બન્યો FIFA પ્લેયર ઓફ ધ યર, છઠ્ઠીવાર જીત્યો આ એવોર્ડ


તેમણે કહ્યું, 'આજે અરજી પર સુનાવણી થઈ. બીસીસીઆઈના વકીલ, ટીએનસીએના વકીલ અને ન્યાયમિત્ર પીએસ નરસિમ્હા ત્યાં હાજર હતા. હું પરિણામથી ખુશ છું.'