રિષભ પંતના બચાવમાં આવ્યો યુવરાજ, કહ્યું- વધુ દબાવ બનાવશો તો થશે નુકસાન

ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહે કહ્યું કે, રિષભ પંત પર દબાવ ન બનાવી તેની માનસિકતાને સમજતા તેની પાસે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કઢાવવાની જરૂર છે. 

રિષભ પંતના બચાવમાં આવ્યો યુવરાજ, કહ્યું- વધુ દબાવ બનાવશો તો થશે નુકસાન

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહે કહ્યું કે, રિષભ પંત પર દબાવ ન બનાવી તેની માનસિકતાને સમજીને તેની પાસે સર્વશ્રેષ્ઠ કઢાવવાની જરૂર છે. પંતનું નિર્ધારિત ઓવરોમાં હાલનું પ્રદર્શન જોતા તેના પર સવાલ ઉભા કરવામાં આવી રહ્યાં છે. પંતને શરૂઆતમાં ધોનીના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો હતો, પરંતુ તેની બિનજવાબદારી બેટિંગે ટીમની ચિંતાઓને વધારી દીધી છે. 

આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વિશ્વ કપ માટે પંતનું ટીમમાં રહેવા પર પણ સવાલ ઉભા થઈ રહ્યાં છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં સામેલ થવા આવેલા યુવરાજે કહ્યું કે, તે પંતની ટીકા કરવા ઈચ્છતો નથી. તેણે કહ્યું, 'કોઈએ તેની સાથે વાત કરવાની જરૂર છે.'

આ પૂર્વ બેટ્સમેને કહ્યું, 'તમારે તેની માનસિકતાને સમજવી પડશે અને તેની સાથે કામ કરવું પડશે. જો તમે તેની પર દબાવ બનાવશો, તો તમે તેની પાસે સર્વશ્રેષ્ઠ કઢાવી શકશો નહીં.'

— IANS Tweets (@ians_india) September 24, 2019

યુવરાજે સાથે કહ્યું કે, પંતની તુલના ધોનીની સાથે કરવાથી બચવુ જોઈએ. તેણે કહ્યું, 'ધોની એક દિવસમાં નથી બન્યો. તેને બનવામાં ઘણા વર્ષ લાગ્યા છે. તેથી તેનો વિકલ્પ શોધવામાં સમય લાગશે. ટી20 વિશ્વ કપમાં હજુ એક વર્ષનો સમય છે.'

યુવરાજ પ્રમાણે, 'હા, તેને ઘણી તક મળી, પરંતુ સવાલ છે કે તમે કઈ રીતે તેનું સર્વશ્રેષ્ઠ કઢાવી શકો છો. જે લોકો ટીમમાં તેને જોઈ રહ્યાં છે- કોચ, કેપ્ટન આ લોકો ઘણું અંતર પેદા કરી શકે છે.' ઉલ્લેખનીય છે કે પંત જે રીતે પોતાની વિકેટ ફેંકી કેટલિક મેચોમાં આઉટ થયો છે, તેથી તેના પરિપક્વતા નિશાન પર આવી ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news