નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિ (COA)ની પાછલા શુક્રવારે અહીં યોજાયેલી બેઠક ત્યાં સુધી યોગ્ય જઈ રહી હતી જ્યાં સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ કંટ્રોલના અધિકારીઓના વેતન વૃદ્ધિનો મુદ્દો ઉઠ્યો નહતો. આ બેઠકમાં બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)એ તેના માટે આઈપીએલના સીઓઓ હેમંગ અમીનના સ્થાન પર સીએફઓ સંતોષ રાંગનેકરનું નામ પણ સુચવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલામાં સંબંધ રાખનારા એક સૂત્રએ આઈએએનએસને જણાવ્યું કે, જૌહરી અને લેફ્ટિનેન્ટ જનરલ રવીન્દ્ર થોગડેએ સંતોષના વેતનમાં વૃદ્ધિનું સમર્થન કર્યું પરંતુ આ વાતથી ડાયના એડલજીને સમસ્યા થઈ અને તેણે અમીન માટે પણ પગારવધારાની માગ કરી હતી. આ વાતને લઈને સીઓએ વચ્ચે તણાવ વધી ગયો હતો. 


ડાયનાનો નિર્ણય
સૂત્રોએ કહ્યું, 'થોગડેએ જૌહરીના સીએફઓના વેતનવૃદ્ધિના પ્રસ્તાવનું સમર્થન કર્યું અને તેનાથી કોઈને સમસ્યા નહતી પરંતુ તેવું લાગી રહ્યું હતું કે આઈપીએલ સીઓઓને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને અહીં ડાયનાએ નિર્ણય લીધો કે તે અમીનની સાથે ઉભા રહેશે.'

પત્રકાર પરિષદમાં બોલ્યો કોહલી- રોહિત સાથે મતભેદની વાત માત્ર અફવા 

બીસીસીઆઈના એક કાર્યકારીએ કહ્યું કે, બેઠકમાં તે તર્ક આપવામાં આવ્યો કે આઈપીએલ સીઓઓને સીએફઓની સાથે સમાન સ્ટેજ પર ન રાખી શકે કારણ કે આઈપીએલ આખુ વર્ષ હોતી નથી અને અમીનની ટીમ જે મહેનત કરે છે તે માત્ર આઈપીએલના બે મહિના સુધી સીમિત ન રાખી શકે. 


કામને મુલવી ન શકાય
કાર્યકારીએ કહ્યું, બે મહિનાના ટૂર્નામેન્ટને લઈને અમીનના કામને મુલવી ન શકાય. તે પોતાની ટીમની સાથે વર્ષ દરમિયાન કામ કરે છે જેથી આઈપીએલમાં વસ્તુ યોગ્ય થઈ શકે અને તે નક્કી કરી શકાય કે આઈપીએલ વિશ્વ ક્રિકેટની સૌથી સારી ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ સાબિત થઈ શકે. 

નવા કોચ પર બોલ્યો કેપ્ટન કોહલી- રવિ ભાઈ ફરી કોચ બને તો ખુશી થશે


બેઠક છોડીને ચાલ્યા ગયા
એવા સમાચાર છે કે ડાયનાએ વેતનવૃદ્ધિના ફોર્મ પર સહી ન કરી અને તે બેઠક છોડીને ચાલ્યા ગયા હતા.