નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરનું કહેવું છે કે તેને કોઈ આશ્ચર્ય થશે નહીં કે ભવિષ્યમાં હેલમેટ પર 'નેક ગાર્ડ' પહેરવુ ફરજીયાત થઈ જશે. સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સમાં બીજી એશિઝ સિરીઝ ટેસ્ટમાં ગળા પર એક બાઉન્સર વાદ્યા બાદ પડી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્મિથ શનિવારે ચોથા દિવસે 80 રન પર બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનો બાઉન્સર તેની ડોક પર વાગ્યો હતો. આ બોલ 92.4 મીલ પ્રતિ કલાક (148.7 કિલોમીટર પ્રતિ કલાક)ની ઝડપથી ફેંકવામાં આવ્યો હતો. 


તે થોડા સમય માટે જમીન પર પડી ગયો અને બેટિંગ કરવા માટે પોતાને તૈયાર કરવા સમય લીધો હતો. સ્મિથ ત્યારબાદ ત્રણ ઈનિંગમાં ત્રીજી સદી ચુકી ગયો, પરંતુ તેણે 92 રનની ઈનિંગ રમી હતી. તેણે બોલ ટેમ્પરિંગના પ્રતિબંધ બાદ વાપસીમાં એજબેસ્ટનમાં ઓસ્ટ્રેલિયાની 251 રનની જીતમાં 144 અને 142નો સ્કોર બનાવ્યો હતો. 


સિડનીમાં 2014મા ડોમેસ્ટિક શીલ્ડ મેચમાં બાઉન્સર લાગવાથી ફિલિપ હ્યૂઝનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ સુરક્ષા માટે શરૂ થયેલ 'નેક ગાર્ડ' (ડોકની સુરક્ષા માટે) લગાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ સ્મિથ 'નેક ગાર્ડ' વગર હેલમેટ પહેરીને રમતો હતો. 

પ્રેક્ટિસ મેચઃ પૂજારાની સદી, ભારતે બનાવ્યા 5 વિકેટ પર 297 રન


લેંગરે કહ્યું, 'તમે ક્યારેય પોતાના ખેલાડીઓને આ રીતે હિટ થતાં જોવા ઈચ્છતા નથી, તેમાં કોઈ શંકા નથી. આ પ્રકારનો ઝટકો, પરંતુ યાદ રહેશે.'


તે પૂછવા પર કે ખેલાડીઓ માટે શું 'નેક ગાર્ડ'ને ફરજીયાત કરી દેવુ જોઈએ તો તેણે કહ્યું, 'મને આજ સુધી જરૂરીયાત લાગી નથી કે તેને ફરજીયાદ કરી દેવુ જોઈએ. આ સમયે ખેલાડીઓની પાસે વિકલ્પ છે અને હું ચોંકીશ નહીં કે તેને ફરજીયાત કરી દેવામાં આવે.'