પ્રેક્ટિસ મેચઃ પૂજારાની સદી, ભારતે બનાવ્યા 5 વિકેટ પર 297 રન

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ પ્રેસિડેન્ટ-11 સાથે ચાલી રહેલી ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચના પ્રથમ દિવસે રમત પૂરી થયા સુધી પોતાની પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ પર 297 રન બનાવી લીધા છે. 

પ્રેક્ટિસ મેચઃ પૂજારાની સદી, ભારતે બનાવ્યા 5 વિકેટ પર 297 રન

એન્ટીગાઃ ટેસ્ટ ફોર્મેટમાં ભારતના વિશ્વાસપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા (100 રિટાયર્ડ હર્ટ)ની શાનદાર સદીની મદદથી ભારતીય ક્રિકેટ ટીમે અહીંના કુલિજ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ પ્રેસિડેન્ટ-11 સાથે ચાલી રહેલી ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચના પ્રથમ દિવસે રમત પૂરી થયા સુધી પોતાની પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ પર 297 રન બનાવી લીધા છે. 

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 88.5 ઓવરોનો સામનો કર્યો હતો. 187 બોલ પર 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારનાર પૂજારા સિવાય રોહિત શર્માએ 68 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય લોકેશ રાહુલે 36 તથા રિષભ પંતે 33 રન બનાવ્યા હતા. હનુમા વિહારી 37 અને રવીન્દ્ર જાડેજા એક રન પર અણનમ રહ્યાં હતા. 

ભારતની શરૂઆત ખરાબ રહી. ટેસ્ટ ટીમમાં નિયમિત ઓપનરનો દરજ્જો કરવા તરફ આગળ વધી રહેલા મંયક અગ્રવાલ (12) સસ્તામાં આઉટ થઈ ગયો હતો. તેની વિકેટ 36 રન પર પડી હતી. તેનું સ્થાન લેવા પૂજારા વિકેટ પર આવ્યો હતો. આ વચ્ચે રાહુલે કેટલાક આકર્ષક શોટ્સ ફટકાર્યા પરંતુ 52ના કુલ સ્કોર પર આઉટ થઈ ગયો હતો. રાહહુલે 46 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ રહાણે (1) પણ ઝડપથી આઉટ થઈ ગયો હતો. ભારતે 53 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. 

ત્યારબાદ રોહિત અને પૂજારાએ ચોથી વિકેટ માટે 132 રનની ભાગીદારી કરીને ભારતને મુશ્કેલીમાથી બહાર કાઢ્યું હતું. રોહિતની વિકેટ 185 રનના કુલ સ્કોર પર પડી હતી. તેણે 115 બોલનો સામનો કરતા 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. વિહારી ત્યારબાદ પૂજારાનો સાથ આપવા આવ્યો હતો. ટી સમયે ભારતનો સ્કોર 4 વિકેટ પર 219 રન હતો. 

વિહારી સાથે ભાગીદારી દરમિયાન પૂજારાએ પોતાની સદી પૂરી કરી પરંતુ આ વચ્ચે તે ઈજાગ્રસ્ત થઈને મેદાન બહાર ચાલ્યો ગયો હતો. ત્યારબાદ રિષભ પંત 33 રન બનાવી આઉટ થયો હતો. પંત આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 296 રન હતો. દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે હનુમા વિહારી અને જાડેજા અણનમ રહ્યાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news