પુણેઃ મુંબઈ ઈન્ડિયન્સના કોચ માહેલા જયવર્ધને કહ્યુ કે, તે ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં કેપ્ટન રોહિત શર્માના ફોર્મને લઈને ચિંતિત નથી કારણ કે એકવાર મોટી ઈનિંગ રમવાથી બધુ બરાબર થઈ જશે. પરંતુ ટીમને તેની મોટી ઈનિંગની ખુબ જરૂર છે, જે ટૂર્નામેન્ટમાં સતત હારનો સામનો કરી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત પોતાની શરૂઆતને મોટી ઈનિંગમાં પરિવર્તિત કરી શક્યો નથી અને તે આ સીઝનમાં રમેલી પાંચ મેચમાં 21.60ની એવરેજથી માત્ર 108 રન બનાવી શક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતના ફોર્મથી ચિંતિત નથીઃ કોચ
જયવર્ધનેએ કહ્યુ- જો તમે તેની ઈનિંગ શરૂ કરવાની રીતથી જુઓ તો તે જે રીતે બોલ હિટ કરે છે, તે શાનદાર છે. તે બોલને સારૂ ટાઇમિંગ કરી રહ્યો છે, તેને ખુબ સારી શરૂઆત મળી રહી છે. હાં, અમે નિરાશ પણ છીએ કે તે સારી શરૂઆતને મોટી ઈનિંગમાં ફેરવી શકતો નથી. મુંબઈના કોચે કહ્યુ- રોહિતને 14-15 ઓવર સુધી બેટિંગ કરતા જોયો અને મોટો સ્કોર બનાવતા જોયો છે. આ માત્ર સમયની વાત છે. તે એક શાનદાર ખેલાડી છે અને હું તેના ફોર્મ વિશે વધુ ચિંતિત નથી. 


પંજાબથી મળી હાર
મુંબઈ ઈન્ડિયન્સે બુધવારે પંજાબ કિંગ્સના હાથે 12 રનથી હારનો સામનો કરવો પડ્યો, આ તેની સતત પાંચમી હાર હતી. જયવર્ધનેએ કહ્યુ- અમે છ બેટરો સાથે રમી રહ્યાં છીએ અને અમે મેચને છેલ્લે સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો. મેચ સમાપ્ત કરવા માટે સૂર્યા (સૂર્યકુમાર યાદવ) થી શાનદાર ખેલાડી કોઈ નથી. 


આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે માઠા સમાચાર, આ ખેલાડી માટે ટી-20 વર્લ્ડકપ રમવો પણ મુશ્કેલ


સૂર્યકુમારે 30 બોલમાં બનાવ્યા 43 રન
પાંચમાં નંબર પર બેટિંગ કરવા ઉતરેલા સૂર્યકુમારે 30 બોલમાં 43 રન બનાવ્યા પરંતુ તે 19મી ઓવરમાં આઉટ થઈ ગયો. જયવર્ધનેએ કહ્યુ- પાવરપ્લેમાં બોલર બોલને સ્વિંગ કરે છે, તેથી હું સૂર્યાને તે પરિસ્થિતિમાં લાવવા ઈચ્છતો નથી કારણ કે તેનાથી તે પોતાની નૈસર્ગિક ગેમ રમી શકતો નથી. આ રણનીતિનો ભાગ હતો. તેણે કહ્યું કે, યોજના હતી કે મધ્યક્રમમાં યુવાઓને વધુ આઝાદી સાથે રમવા દેવામાં આવે અને સૂર્યકુમાર તથા પોલાર્ડ ફિનિશરની ભૂમિકા નિભાવે. 


મુંબઈને પડી રહી છે આર્ચરની ખોટ
જયવર્ધનેએ કહ્યુ- અમે જાણીએ છીએ કે બે યુવા ખેલાડી આમ કરવામાં સક્ષમ છે. તેથી પરિસ્થિતિને સંભાળવા તેને થોડી આઝાદી અને નિયંત્રણ આપ્યું છે જેથી પોલી તથા સૂર્યા લક્ષ્ય સુધી પહોંચી શકે. આ શરૂઆતી યોજના હતી. વિરોધી ટીમને જોયા બાદ રણનીતિ બનાવી હતી. તેણે સ્વીકાર કર્યો કે ઈજાગ્રસ્ત જોફ્રા આર્ચરની ખોટ પડી રહી છે. કારણ કે બોલિંગ એકમ દબાવને જાળવી શકતું નથી. જયવર્ધનેએ કહ્યું- ચોક્કસપણે અમે હરાજીમાં પોતાના માટે જે સર્વશ્રેષ્ઠ બોલર જોફ્રા આર્ચરને ખરીદ્યો હતો, તે અહીં નથી. તેથી તમે જ્યારે આ સ્થિતિમાં હોવ તો તે મુશ્કેલ હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube