ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે માઠા સમાચાર, આ ખેલાડી માટે ટી-20 વર્લ્ડકપ રમવો પણ મુશ્કેલ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ દીપક ચાહરની પીઠની ઈજાના કારણે હવે પછી આઈપીએલ 2022 અને ટી20 વર્લ્ડકપમાં રમી શકશે નહીં. દીપક ચાહરનું ના હોવું ચેન્નાઈ સુપર કિંગ્સને આગામી આઈપીએલ મેચોમાં મોટી મુશ્કેલીમાં મુકશે. જ્યારે દીપક ટી20 વર્લ્ડકપમાંથી બહાર થતા ટીમ ઈન્ડિયાને સૌથી મોટો ઝટકો લાગશે.

ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે માઠા સમાચાર, આ ખેલાડી માટે ટી-20 વર્લ્ડકપ રમવો પણ મુશ્કેલ

Deepak Chahar Ruled Out: ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એક સૌથી માઠા સમાચાર છે. હવે દીપક ચાહર ઈજાના કારણે આઈપીએલ 2022ની આખી સીઝનમાં રમી શકશે નહીં. તેના સિવાય આ વર્ષ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોજાનાર ટી20 વર્લ્ડકપમાં પણ ફાસ્ટ બોલરનું રમવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે.

દીપક ચાહરનું ટી20 વર્લ્ડકપમાં રમવું મુશ્કેલ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ દીપક ચાહરની પીઠની ઈજાના કારણે હવે પછી આઈપીએલ 2022 અને ટી20 વર્લ્ડકપમાં રમી શકશે નહીં. દીપક ચાહરનું ના હોવું ચેન્નાઈ સુપર કિંગ્સને આગામી આઈપીએલ મેચોમાં મોટી મુશ્કેલીમાં મુકશે. જ્યારે દીપક ટી20 વર્લ્ડકપમાંથી બહાર થતા ટીમ ઈન્ડિયાને સૌથી મોટો ઝટકો લાગશે.

મહિનાઓ માટે ક્રિકેટમાંથી બહાર થયો દીપક
તમને જણાવી દઈએ કે દીપક ચાહર આ વર્ષ ફેબ્રુઆરીમાં ભારત અને વેસ્ટઈન્ડિઝની વચ્ચે કોલકાતામાં રમાયેલ ત્રીજી અને છેલ્લી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. દીપક ચાહરના જાંઘની માંસપેશીઓમાં ખેંચાઈ ગઈ હતી. દીપક ચાહર બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ઈજામાંથી બહાર નીકળવા માટે મહેનત કરી રહ્યો હતો, પરંતુ હવે તેણે પીઠની જૂની ઈજા ઉદ્દભવી છે. ચાહર બેક ઈજાના કારણે ઓછામાં ઓછા ચાર મહિના સુધી ક્રિકેટ રમી શકશે નહીં.

ઈજા થઈ હોવા છતાં સતત બોલિંગ કરી રહ્યો હતો દીપક
તમને જણાવી દઈએ કે દીપક ચાહર પહેલી ઈજામાંથી બહાર નીકળવા માટે નેટ્સમાં બોલિંગ પણ કરી રહ્યો હતો, પરંતુ બેક ઈજાના કારણે ફરી ચાહરને મોટું નુકસાન થયું છે. દીપક ચાહરને આઈપીએલ 2022ના ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયાની ભારે ભરખમ રકમ આપીને ખરીદ્યો હતો. દીપક ચાહર શરૂઆતી ઓવરોમાં વિરોધી ટીમો પર દબાણ બનાવવામાં હોશિયાર છે. દીપક ચાહર નવા બોલથી વિકેટ લેવાની અદ્દભુત ક્ષમતા ધરાવે છે. ચાહર આઈપીએલની 63 મેચોમાં અત્યાર સુધી 59 વિકેટ ઝડપી ચૂક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news