PBKS vs GT, Hardik Pandya Photo Viral : ભારતીય ક્રિકેટ ટીમના ધૂરંધર ખેલાડી હાર્દિક પંડ્યા પર હાલ આઈપીએલની હાલની સીઝનમાં ગુજરાત ટાઈટન્સના નેતૃત્વની જવાબદારી છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ આજે મેચ પહેલા એક ખેલાડીને તે કિસ કરતો જોવા મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતે જીત્યો ટોસ
ગત ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલની 16મી સીઝનની 18મી મેચ મોહાલીમાં રમાઈ રહી છે. મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો અને પંજાબને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું. આ બધા વચ્ચે તેની એક તસવીર ખુબ વાયરલ થઈ. 



મેદાન પર કિસ
હાર્દિક પંડ્યાએ મેદાન પર મેચ પહેલા એક ખેલાડીને કિસ કરી. આ ખેલાડી બીજુ કોઈ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ ઓપનર શિખર ધવન છે. ધવન હાલ આઈપીએલની 2023ની સીઝનમાં પંજાબની ટીમનો કેપ્ટન છે. આ તસવીર ટોસ દરમિયાનની છે. જ્યારે બંને ટીમોના કેપ્ટન મેદાન પર હતા. આ તસવીર અંગે સોશિયલ મીડિયા પર યૂઝર્સે અલગ અલગ કમેન્ટ કરી. એક યૂઝરે લખ્યું કે શું ભાઈચારો છે, એક અન્ય યૂઝરે લખ્યું કે આ તો ખોટું પ છે કે મેચ પહેલા આ રીતે પ્રેમ જતાવવામાં આવી રહ્યો છે. અનેક યૂઝર્સે આ તસવીર અંગે પ્રશંસા પણ કરી. 


ગુજરાતની ટીમમાં હાર્દિકની વાપસી
આ મેચમાં ધૂરંધર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ગુજરાતની ટીમમાં વાપસી થઈ. ગત મેચમાં તબિયત ખરાબ હોવાના કારણે તે રમી શક્યો નહતો. તેની જગ્યાએ કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ તે મેચમાં સ્પીનર રાશિદ ખાને કમાન સંભાળી હતી. જો કે ગુજરાતની ટીમે આ મેચ છેલ્લા બોલે ગુમાવી હતી.