Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022ના ત્રીજા દિવસે ભારતનું પ્રદર્શન ખુબ જ શાનદાર રહ્યું. ભારતે રવિવારે બે ગોલ્ડ મેડલ જીત્યા જે વેઈટલિફ્ટિંગમાંથી આવ્યા. આ ઉપરાંત અન્ય રમતોમાં પણ ભારતનું પ્રદર્શન ખુબ શાનદાર રહ્યું. ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમ પાકિસ્તાન સામે શાનદાર રીતે જીતી અને બોક્સર નિકહત ઝીરીને પોતાના અભિયાનની ભવ્ય રીતે શરૂઆત કરી. પણ મેડલમાં વેઈટ લિફ્ટિંગના ખેલાડીઓએ રંગ રાખ્યો. અત્યાર સુધીના બધા મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. ત્રીજા દિવસે ભારતને વેઈટલિફ્ટિંગમાં બે ગોલ્ડ મેડલ મળ્યા. 


અચિંતા શેઉલીએ અપાવ્યો ગોલ્ડ
મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા બાદ અચિંતા શેઉલીએ પણ વેઈટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અપાવ્યો (Achinta Sheuli Won Gold). જ્યારે સંકેત મહાદેવ સરગર અને બિંદિયારાની દેવીએ ભારતને વેઈટલિફ્ટિંગમાં સિલ્વર અપાવેલો છે. આ ઉપરાંત ગુરુરાજા પુજારીએ 61 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતાડ્યો. હાલ ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા નંબરે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube