Corona ના સંકટની સ્થિતિમાં ભારતની મદદ માટે આગળ આવ્યાં Australia ના સ્ટાર ક્રિકેટરો, મદદ માટે કરી સૌને અપીલ
ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાની મહામારીને કારણે દુનિયાભરમાં એક પ્રકારે ભયનો માહોલ છવાયેલો છે. એમાંય કોરોનાની બીજી લહેર ભારત માટે ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકો કોરોનાનો શિકાર બની ચૂક્યાં છે. આ સ્થિતિમાં દુનિયાના દેશોમાંથી પણ લોકો ભારત માટે મદદની અપીલ કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરો પણ હવે ભારતને મદદ કરવા અપીલ કરી રહ્યાં છે. આ અગાઉ પાકિસ્તાનનો શોહેબ અખ્તર, શાહિદ આફ્રિદી તેમજ બોલીવુડ અને હોલીવુડની હસ્તીઓ પણ ભારત માટે મદદની ગુહાર લગાવી ચૂક્યાં છે.
Australia ના સ્ટાર ક્રિકેટરો આવ્યાં ભારતની મદદેઃ
ત્યારે કોરોનાના સંકટમાંથી ભારતને ઉઘારવા માટે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર્સ આવ્યાં છે ભારતની મદદે. કોરોના ના સંકટની સ્થિતિમાં ભારતની મદદ માટે આગળ આવ્યાં Australia ના 13 સ્ટાર ક્રિકેટરો. ઓસ્ટ્રેલીયા ના પુરુષ અને મહિલા ક્રિકેટરો કોરોના સામે લડાઇ માટે ભારતની મદદ માટે આગળ આવ્યા છે. તેઓએ પોતાના દેશના લોકોને યુનિસેફ ઓસ્ટ્રેલીયામાં દાન કરવા માટે અપિલ કરી છે.
ભારતની મદદ માટે ખેલાડીઓએ કરી અપીલઃ
કોરોનાને કારણે ભારતની વર્તમાન સ્થિતિને પગલે યૂનિસેફ ઓસ્ટ્રેલીયા દ્રારા સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરી અપીલ કરાઇ છે. જે વિડીયોમાં એલન બોર્ડર સહિત અનેક ટોચના ખેલાડીઓએ કહ્યુ હતુ કે, ભારતમાં સ્થિતી દિલ દુખાવનારી છે અને મુશ્કેલ સ્થિતીમાં આપણે સૌએ એક થવુ જોઇએ.
એલ.એન.બોર્ડર ઉપરાંત પેટ કમિન્સ, બ્રેટ લી, એલેક્સ બ્લેકવેલ, જોસ હૈઝલવુડ, મિશેલ સ્ટાર્ક, માઇક હસી, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, એલિસે પેરી, એલિસા હેલી, મેગ લેનિંગ અને રેચલ હેન્સ સામેલ છે. જે 13 ક્રિકેટરોએ કહ્યુ હતુ કે, ભારતમાં પ્રતિ સેકન્ડ ચાર નવા કોરોના ના કેસ આવી રહ્યા છે. ત્યાં પર્યાપ્ત માત્રામાં ઓક્સીજન ઉલબ્ધ નથી. આ મહામારીમાં આ સૌથી મુશ્કેલ સમય છે.
મદદ માટે હાથથી હાલ મિલાવવા કરી અપીલઃ
તેમણે કહ્યુ કે, આવા મુશ્કેલ સમયમાં આપણે સાથે રહેવાનુ છે. અમે યૂનિસેફ દ્રારા અમારુ સમર્થન આપી રહ્યા છીએ. તેમની ટીમ હાલમાં ગ્રાઉન્ડ પર છે અને જરુરીયાતમંદ સુધી આવશ્યક સામાન પહોંચાડવામાં આવી રહ્યો છે. ક્રિકેટરો એ કહ્યુ હતુ કે, કોઇ પણ બધુ જ નથી કરી શકતુ, પરંતુ તમામ લોકો થોડુ ઘણું કરી લે છે. અમારી સાથે એક લિંકને ક્લીક કરીને જોડાયા છે, કારણ કે હાલમાં ભારતને અમારી જરુરીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube