ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ દરમિયાન દર્શકો વચ્ચે કોરોના વાયરસથી સંક્રમિત એક વ્યક્તિ પણ બેઠ્યો હતો. આ વાતની પુષ્ટિ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) મેનેજમેન્ટે ટ્વિટ કરી કહી છે. ટ્વિટમાં એમસીજીએ કહ્યું કે ફાઇનલ મેચમાં એક કોરોના સંક્રમિત દર્શક હતો પરંતુ તેને અન્ય લોકોને સંક્રમિત કર્યા હશે તેનો ખતરો ઓછો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા T20 વર્લ્ડ કપ ફાઇનલ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં થયો હતો. અહીં કોરોના વાયરસથી પીડિત મરીજ પણ છે. એટલું જ નહી કોરોનાના 70 દર્દીઓની સારવાર કરનાર એક ડોક્ટર પણ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યો છે. 


આ મુકાબલે મેજબાન ટીમ ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનોથી હરાવી રેકોર્ડ પાંચમી વાર મહિલા ટી-20 ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. આ મેચને જોવા માટે 86174 લોકો પહોંચ્યા હતા જોકે કોઇ મહિલા ક્રિકેટ મેચને જોવા આવેલા દર્શકોની રેકોર્ડ સંખ્યા છે. 


તમને જણાવી દઇએ કે કોરોના વાયરસના લીધે દુનિયાભરમાં સાર્વજનિક સભાઓ, સેમિનાર, રમત આયોજન રદ કરી દેવામાં આવ્યા છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાઇ મહિલા ટીમ વચ્ચે રમાઇ હતી.


સ્વાસ્થ્ય અને જન સેવા વિભાગે સંબંધિત વ્યક્તિને સારવાર કરવાની સલાહ આપી છે. તેની આસપાસની જનતા અને સ્ટાફ વચ્ચે કોવિડ-19 ફેલાવવાને ઓછા જોખમના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે. 



આ વ્યક્તિ એમસીજીના સેક્શન એ42માં નાર્દર્ન સ્ટેન્ડના લેવલ 2 પર બેઠ્યો હતો. સ્વાસ્થ્ય તથા જન સેવા વિભાગે સલાહ આપી છે કે એન42 માં બેઠેલા લોકો પોતાની સામાન્ય દિનચર્ચા ચાલુ રાખે અને સાફ-સફાઇ પર વધુ ધ્યાન આપો. સાથે જ કહેવામાં આવ્યું છે કે ખાંસી-શરદી જેવા લક્ષણ દેખાઇ તો ડોક્ટર પાસે સલાહ લો. 


પરંતુ મેલબોર્નમાં વસતા એક ડોક્ટરને પણ કોરોનાનું સંક્રમણ થઇ ચુક્યું છે. આ ડોક્ટરે ઓસ્ટ્રેલિયામાં કુલ કોરોના 70 દર્દીઓને મોલવર્ન રોડ સ્થિત ટૂરક ક્લીનિકમાં તપાસ્યા હતા. તેમછતાં પોતે બિમાર થઇ ગયા. હવે આ ડોક્ટરે પોતાને મેલબોર્ન સ્થિત પોતાના ઘરમાં બંધ કરી દીધો છે. જેથી આ કોઇ બીજાને સંક્રમિત ન કરે.