મુંબઈઃ કોરોના મહામારીથી ખેલ જગત પણ ડગમગી ગયું છે. રમત આયોજનોને રદ્દ કરવામાં આવી રહી છે. વિશ્વની સૌથી સર્વશ્રેષ્ઠ ટી20 લીગને પહેલાં જ 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી નથી. તો બીસીસીઆઈએ દક્ષિણ આફ્રિકા સિરીઝની બાકી બે વનડે મેચોને પણ રદ્દ કરી દીધી છે. આ મેચ 15 અને 18 માર્ચે ક્રમશઃ લખનઉ અને કોલકત્તામાં રમાવાની હતી. ત્યારબાદ હવે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ પણ રોકી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો ક્યાં-ક્યાં મુકાલબા રમાશે નહીં
કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તમામ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટને આગામી સૂચના સુધી સસ્પેન્ડ કરી દીધી છે. રણજી ટ્રોફી ચેમ્પિયન સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે રમાનારા ઈરાની કપ મુકાબલો પણ હાલ સંભવન નથી. ઈરાની કપ સિવાય સીનિયર મહિલા વનડે નોકઆઉટ, વિજ્જી ટ્રોફી, સીનિયર મહિલા વનડે ચેલેન્જર, મહિલા અન્ડર-19 વનડે નોકઆઉટ, મહિલા અન્ડર-19 ટી20 લીગ, સુપર લીગ અને નોકઆઉટ, મહિલા અન્ડર-19 ટી20 ચેલેન્જર ટ્રોફી, મહિલા અન્ડર-23 નોકઆઉટ, મહિલા અન્ડર 23 વનડે ચેલેન્જર મુકાબલા આગામી આદેશ સુધી રોકી દેવામાં આવ્યા છે. 


ફુટબોલને પણ કોરોનાની કિક, 31 માર્ચ સુધી તમામ કાર્યક્રમ સ્થગિત  


IPL ફ્રેન્ચાઇઝીની સાથે બીસીસીઆઈની બેઠક
બીજીતરફ શનિવારે મુંબઈ સ્થિત બોર્ડ હેડ ક્વાર્ટરમાં બીસીસીઆઈએ આઈપીએલ ફ્રેન્ચાઇઝીની સાથે બેઠક યોજી હતી. કોરોના વાયરસના પ્રકોપ અને આગામી સિઝન પર તેના પ્રભાવ પર આઈપીએલ ટીમ માલિકો સાથે બીસીસીઆઈએ ચર્ચા કરી હતી. તમામ આઈપીએલ ફ્રેન્ચાઇઝીએ પ્રશંસકો, ખેલાડીઓ અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા બીસીસીઆઈનો સાથ આપ્યો છે. 


કોલકત્તા નાઇટ રાઇડર્સના સહ-માલિક અને બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાને આશા વ્યક્ત કરી કે કોરોના વાયરસની અસર ઓછી થશે અને આઈપીએલ તમામ જરૂરી સ્વાસ્થ્ય સાવધાનીઓની સાથે આગળ વધશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર