T-20 World Cup: ચેમ્પિયન ખેલાડીઓનો ખજાનો! રોહિતથી કોહલી સુધી, વર્લ્ડ કપ ટીમમાં છે વિજેતાઓ
ટીમ ઈન્ડિયા ઓક્ટોબરમાં મિશન વર્લ્ડ કપની શરૂઆત કરશે. તેના માટે સ્ક્વોડની જાહેરાત થઈ ચૂકી છે. 15 ખેલાડી ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવા માટે મેદાનમાં ઉતરશે. આ ટીમમાં અનેક ખેલાડી પહેલાંથી જ ચેમ્પિયન રહી ચૂક્યા છે.
નવી દિલ્લી: ટી-20 વર્લ્ડ કપ 2022 માટે હવે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. અને દરેક વ્યક્તિને આશા છે કે આ વખતે ટીમ ઈન્ડિયા ઈતિહાસ ચોક્કસ બનાવશે. કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ધુરંધરો આ મહામિશનમાં ઉતરશે. જે 15 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમાંથી કેટલાંક ખેલાડી તો પહેલાંથી જ ચેમ્પિયન છે. રોહિત શર્મા પોતે 2007 ટી-20 વર્લ્ડ કપનો ચેમ્પિયન છે. જ્યારે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 2011ના વર્લ્ડ કપ ટીમનો સભ્ય રહ્યો છે. તે સિવાય વિરાટ કોહલી તો અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. ટી-20 વર્લ્ડ કપ ટીમમાં કયા-કયા ખેલાડીઓ છે જે ચેમ્પિયન રહી ચૂક્યા છ.
1. રોહિત શર્મા- 2007 ટી-20 વર્લ્ડ કપ, 2013 ચેમ્પિયન્સ ટ્રોફી
2. વિરાટ કોહલી- 2008 અંડર-19 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ
3. દિનેશ કાર્તિક- 2007 ટી-20 વર્લ્ડ કપ, 2-13 ચેમ્પિયન્સ ટ્રોફી
4. આર.અશ્વિન- 2013 ચેમ્પિયન્સ ટ્રોફી
5. ભુવનેશ્વર કુમાર - 2013 ચેમ્પિયન્સ ટ્રોફી
6. અર્શદીપ સિંહ - 2018 અંડર-19 વર્લ્ડ કપ
રોહિતનો ટી-20માં શાનદાર રેકોર્ડ:
કેપ્ટન રોહિત શર્મની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા પહેલીવાર કોઈ આઈસીસી ઈવેન્ટમાં ભાગ લેવા જઈ રહી છે. ટી-20 વર્લ્ડ કપ 2021 પછી રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો છે. અને તેનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. જોકે રોહિત શર્માએ હજુ સુધી દ્વિપક્ષીય સિરીઝ જ જીતી છે. તેની પહેલી મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ એશિયા કપ રહ્યો, જેમાં ટીમ ઈન્ડિયાને કારમો પરાજય મળ્યો. ભારતની ટીમ શરૂઆતની મેચમાં જ મેચ હારીને બહાર નીકળી ગઈ હતી.
ટી-20 વર્લ્ડ કપ ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, યુઝર્વેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ
સ્ટેન્ડબાય ખેલાડી:
મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર,રવિ બિશ્નોઈ, દીપક ચાહર