કરાચીઃ મોહમ્મદ આમિરના બ્રિટનમાં રહીને સીમિત ઓવર પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે ટેસ્ટ ક્રિકેટમાથી નિવૃતી લેવાના નિર્ણય બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તમામ ખેલાડીઓ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું ફરજીયાત કરી દીધું છે. તેવું માનવામાં આવી રહ્યું છે કે આમિર બ્રિટનમાં વસવા ઈચ્છે છે અને તે રાષ્ટ્રીય ટીમ તરફથી માત્ર ટી20 અને વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં રમશે. આમિરની પત્ની નરજિસની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીને કેપ્ટન પદે યથાવત રાખવા પર ગાવસ્કરે ઉઠાવ્યા સવાલ, કહ્યું- કઠપુતળી છે પસંદગીકાર 

પીસીબીના એક અધિકારીએ જણાવ્યું કે, ડોમેસ્ટિક સિઝનનું પુનગઠન કરવા સિવાય પાકિસ્તાની ટીમમાં જગ્યા બનાવવા માટે ખેલાડીઓ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું ફરજીયાત હશે.અધિકારીએ કહ્યું, 'ઉદાહરણ માટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતી લેનાર મોહમ્મદ આમિરે રાષ્ટ્રીય ટીમની પસંદગી માટે ડોમેસ્ટિક એકદિવસીય કપ અને રાષ્ટ્રીય ટી20 સ્પર્ધામાં રમવું પડશે.' તેમણે કહ્યું કે, આ રીતે ટેસ્ટ ક્રિકેટમાં સક્રિય ખેલાડીઓએ પ્રથમ શ્રેણી મેચોમાં રમવું પડશે. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV


સ્પોર્ટ્સના લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર