દુબઈઃ અફગાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાને કહ્યું કે, તેના દેશમાં ક્રિકેટ દરેકના ચહેરા પર હાસ્ય લાવવાની તાકાત રાખે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અફગાનિસ્તાને ક્રિકેટમાં ઘણી સિદ્ધિ મેળવી છે. તે ખાસ કરીને ટી20માં સારી ટીમોમાં ગણવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફગાનિસ્તાન આગામી વર્ષો ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વિશ્વકપમાં ગ્રુપ-બીમાં ભારત, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની સાથે છે. તે 26 ઓક્ટોબરે પર્થમાં ક્વોલિફાઇ કરનારી ટીમોમાંથી એક ટીમ સામે ટકરાશે. 


રાશિદે મંગળવારે ટી-20 વિશ્વકપના કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ક્રિકેટમાં ઉદયથી દેશના લોકોના ચહેરા પર સ્મિત આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ રાશિદના હવાલાખી લખ્યું છે, આ સારૂ લાગે છે. અમારા દેશમાં બધા ક્રિકેટને પ્રેમ કરે છે. ક્રિકેટે છેલ્લા પાંચ-છ વર્ષમાં ઘણો ફેરફાર કર્યો છે. યુવા પેઢીમાં દરેક ક્રિકેટના દિવાના છે. અફગાનિસ્તાનું વિશ્વકપમાં ભાગ લેવો મોટી વાત છે. 



ICC T20 વિશ્વકપઃ પ્રથમ મેચમાં આફ્રિકા સામે ટકરાશે ભારત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

તેણે કહ્યું, પ્રશંસક ક્રિકેટને પ્રેમ કરે છે. અમે ખેલાડી માત્ર દરેક ટૂર્નામેન્ટમાં અમારા 100 ટકા આપવાનો પ્રયત્ન કરીશું. અમે દરેક લોકોને પોતાનું કંઇકને કંઇક પરત આપવા ઈચ્છીએ છીએ. હું જાણું છું કે શું થઈ રહ્યું છે. તે માટે બીજુ કશું નથી જે દેશના લોકોના ચહેરા પર હાસ્ય લાવી શકે. 


મહિલા-પુરૂષ ટીમો માટે T20 વિશ્વકપ 2020નો કાર્યક્રમ જાહેર

રાશિદે વ્યક્તિગત રીકે ક્રિકેટમાં ઘણી સિદ્ધિ મેળવી છે. તે આ સમયે ટી20 બોલરોના રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. આ સાથે વનડેમાં તે નંબર-1 ઓલરાઉન્ડર છે.