મુંબઈઃ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઈઓસી) એ પોતાના સત્રમાં 2028 લોસ એન્જલેસ ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવાની મંજૂરી આપી છે. 16 ઓક્ટોબરે આયોજિત એક પત્રકાર પરિષદમાં આઈઓસીએ 2028 લોસ એન્જલેસ ઓલિમ્પિકમાં નવી રમતોના રૂપમાં ક્રિકેટ (ટી20), બેસબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફુટબોલ, લૈક્રોસ (સિક્સ) અને સ્ક્વેશને સામેલ કરવા માટે પોતાની ઔપચારિક મંજૂરી આપી છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના કાર્યકારી બોર્ડે પાછલા સપ્તાહે રમતને કાર્યક્રમમાં સામેલ કરવા માટે લોસ એન્જેલેસ રમત આયોજકોના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ક્રિકેટ સિવાય ચાર અન્ય ગેમ્સ- બેસબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફુટબોલ, લૈક્રોસ (સિક્સ) અને સ્ક્વેશ સામેલ છે. 


2028 લોસ એન્જેલસ સમર ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવા પર આઈઓસી સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ કહ્યું- 1.4 અબજ ભારતીયો માટે ક્રિકેટ ન માત્ર રમત છે, આ એક ધર્મ છે. તેથી મને આ ઐતાહિસિક સંકલ્પથી ખુશી છે કે આપણા દેશમાં મુંબઈમાં આયોજીત આઈઓસીના 141માં સત્રમાં પસાર કરવામાં આવ્યું. ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાથી ભૌગોલિક ક્ષેત્રમાં ઓલિમ્પિક આંદોલન માટે એક ઉંડી ભાગીદારી પેદા થશે. આ સાથે ક્રિકેટની વધતી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતાને પ્રોત્સાહન મળશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube