ભારતનો સૌથી શિક્ષિત ક્રિકેટર કોણ છે તમે જાણો છો? આ ખેલાડીને NASA માં પણ રમતા રમતા મળી શકે છે નોકરી!
સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી અને વીરેન્દ્ર સહેવાગ જેવા ખેલાડીઓએ તેમની શાનદાર રમતને કારણે ક્રિકેટની રમતમાં દુનિયાભરમાં નામના મેળવી છે. ત્યારે ક્રિકેટની રમતની વાત કરીએ તો, આજ સુધી, એવા ઘણા ખેલાડીઓએ ભારત માટે પદાર્પણ કર્યું છે, જેઓ તેમની રમત કરતાં વધુ અન્ય બાબતોને લઈને ચર્ચામાં રહ્યા છે. આજે અમારા અહેવાલમાં અમે તમને ભારતનાએ ખેલાડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સૌથી વધુ શિક્ષિત છે.
નવી દિલ્હીઃ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી અને વીરેન્દ્ર સહેવાગ જેવા ખેલાડીઓએ તેમની શાનદાર રમતને કારણે ક્રિકેટની રમતમાં દુનિયાભરમાં નામના મેળવી છે. ત્યારે ક્રિકેટની રમતની વાત કરીએ તો, આજ સુધી, એવા ઘણા ખેલાડીઓએ ભારત માટે પદાર્પણ કર્યું છે, જેઓ તેમની રમત કરતાં વધુ અન્ય બાબતોને લઈને ચર્ચામાં રહ્યા છે. આજે અમારા અહેવાલમાં અમે તમને ભારતનાએ ખેલાડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સૌથી વધુ શિક્ષિત છે.
આ ક્રિકેટર સૌથી વધુ શિક્ષિત છે:
અમે વાત કરી રહ્યા છીએ અવિશ્કર સાલ્વીની, જેમણે બાંગ્લાદેશ સામે ડેબ્યૂ કર્યું હતું. અવિશકર સાલ્વી સૌથી શિક્ષિત ક્રિકેટર હોવાનું કહેવાય છે. મુંબઈથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર સાલ્વીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વધુ ટકી શકી નહીં. તે ભારત માટે માત્ર 4 વનડે રમી શક્યો હતો. ઈજાને કારણે તેની કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ. જોકે, તે ફાસ્ટ બોલર તરીકે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સનો પણ ભાગ બન્યો હતો.
નાસામાં નોકરી મળી શકે છે:
મુંબઈમાં જન્મેલા સાલ્વીએ સ્ટ્રોફિઝિક્સમાં પીએચડી કર્યું છે. ક્રિકેટની દુનિયામાં તેમની ડિગ્રી હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઉચ્ચ શિક્ષણ એટલે કે એસ્ટ્રોફિઝિક્સમાં સંશોધન કરનારાઓને ઈસરોથી નાસા સુધી કામ કરવાની તક મળે છે. આ સિવાય સ્ટ્રોફિઝિક્સ દ્વારા BARC અને NCRA જેવી સંસ્થાઓમાં નોકરીની તકો ઉપલબ્ધ છે. એકંદરે, જો કોઈ વ્યક્તિને બ્રહ્માંડના વિષયમાં રસ હોય, તો વ્યક્તિ તેનો અભ્યાસ કરી શકે છે.
ભારતના અન્ય ક્રિકેટર્સ પાસે પણ છે મોટી ડિગ્રી:
અવિશ્કર સાલ્વી સિવાય ભારતના અન્ય ઘણા ખેલાડીઓ છે જેઓ સારી રીતે શિક્ષિત છે. ટીમ ઇન્ડિયાના અનુભવી સ્પિન બોલર અનિલ કુંબલેએ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. આ સિવાય પૂર્વ ઝડપી બોલર જવાગલ શ્રીનાથે પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જ્યારે અનુભવી બેટ્સમેન રાહુલ દ્રવિડે સેન્ટ જોસેફ કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાંથી એમબીએનો અભ્યાસ કર્યો છે.