માનચેસ્ટરઃ ઈંગ્લેન્ડ અને વેલ્સની સંયુક્ત યજમાનીમાં રમાઇ રહેલા આઈસીસી વિશ્વ કપ 2019 પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. વિશ્વ કપની પ્રથમ સેમિફાઇનલ 9 જુલાઈએ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે. જેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થશે. આ મુકાબલા પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મીડિયા સાથે વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન વિરાટ કોહલીએ સેમિફાઇનલ મેચ સાથે જોડાયેલા ઘણા સવાલોનો જવાબ આપ્યા હતા. આ સિવાય જ્યારે કોહલીને પૂર્વ કેપ્ટન એમએસ ધોની વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'મને વિશ્વાસ છે કે ધોની વિશે તમે કોઈને પૂછશો તો ખાસ વાત સાંભળવા મળશે. વિશેષ રૂપથી જેણે તેની આગેવાનીમાં રમવાનું શરૂ કર્યું હતું. જ્યારે કોઈ વ્યક્તિ આટલું કરે તો તેનું સન્માન કરવું જોઈએ. તેણે જે પણ કર્યું છે અમે તેના આભારી છીએ.'


કોહલીએ આગળ કહ્યું, 'મારા મનમાં તેના (ધોની) માટે આદર હંમેશા સૌથી વધુ હશે. ધોની તમને ખુદ નિર્ણય લેવા માટે સ્પેસ આપે છે. પરંતુ જો હું તેને કંઇ પૂછુ તો તે હંમેશા તૈયાર રહે છે. તેની સાથે રમીને ખુશ છું.'

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઇનલ કાલે, આ હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઇંગ-11


ઉલ્લેખનીય છે કે આ વિશ્વ કપમાં ભારત ટાઇટલ જીતવાથી માત્ર 2 ડગલા દૂર છે. પહેલા સેમિફાઇનલમાં જ્યાં ભારત અને ન્યૂઝીલેન્ડનો આમને-સામનો થશે. તો બીજી સેમિફાઇનલમાં યજમાન ઈંગ્લેન્ડની ટક્કર ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ભારતની સફર શાનદાર રહી છે. લીગ સ્ટેજમાં ભારતે 7 મેચમાં જીત મેળવી હતી. બીજીતરફ ન્યૂઝીલેન્ડ નેટ રન રેટના આધાર પર પાકિસ્તાનને પછાડીને સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે.