સેમિફાઇનલ પહેલા ગ્રાઉન્ડ પર ઉઘાડા પગે ફર્યા ખેલાડી, બધાએ સાથે વિશ્વકપના સપના વિશે વાત કરી
આઈસીસી વિશ્વકપ-2019ની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટક્કર યજમાન ઈંગ્લેન્ડ સામે થવાની છે. આ મહત્વના મુકાબલા પહેલા કાંગારૂ ટીમે અલગ રીતે અભ્યાસ સત્રમાં સમય પસાર કર્યો હતો.
લંડનઃ ઓસ્ટ્રેલિયન ટીમ ગુરૂવારે એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમિફાઇનલમાં મુકાબલો રમવા ઉતરશે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ અંતિમ મેચમાં મળેલી હારથી ટીમને ભલે ફેર ન પડ્યો હોયસ પરંતુ કોચ જસ્ટિન લેંગરે ખેલાડીઓને ફરી પોતાના લયમાં લાવવા માટે નવી રીત અપનાવી છે. સોમવારે પ્રેક્ટિસ સત્ર દરમિયાન તેણે નેટ પર જતા પહેલા ખેલાડીઓને સાથે ઉઘાડા પગે ફરવાની સલાહ આપી હતી. ખાસ વાત તે રહી કે તેમાં માત્ર ખેલાડી જ નહીં કોચિંગ સ્ટાફના સભ્યો પણ ગ્રાઉન્ડ પર ઉઘાડા પગે ફર્યા હતા.
ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ બેયરફુટ હીલિંગે આ રીતને અર્થિંગ ગણાવી છે. વેબસાઇટ પ્રમાણે, આમ કરવાથી લોકોને પૃથ્વી સાથે જોડાઇને તેની પ્રાકૃતિક ઉર્જા લેવાની તક મળે છે, જેથી શરીરના બાયોલોજિકલ રિધમ્સ લયમાં આવે છે. ઘણા હોલીવુડ અભિનેતાથી લઈને ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સની રબ્ગી ટીમ પણ ઘણી તકે આ રીત અપનાવી ચુકી છે.
કોચિંગ માટે નવી રીત અજમાવી રહ્યાં છે લેંગર
લેંગરે ખેલાડીઓને એક સાથે જૂતા-મોજા વગર ગ્રાઉન્ડ પર ફરવા અને સાથે બેસીને વિશ્વ કપ વિશે વાત કરવા પણ કહ્યું હતું. અહીં દરેક વાતચીતનો વિષય વિશ્વ કપના સપના અને મહત્વ રાખવામાં આવ્યો, જેના પર ખેલાડીઓએ એકબીજા સાથે વાત કરી હતી. સૈંડપેપરગેટ સ્કેન્ડલ બાદથી ઓસ્ટ્રેલિયન બોર્ડ ટીમના વલણમાં ફેરફાર ઈચ્છે છે. તેવામાં લેંગરને કોચની જવાબદારી આપવામાં આવી, જે શરૂઆતથી પોતાની અલગ કોચિંગ રીતને લઈને ચર્ચામાં છે. લેંગરે થોડા સમય પહેલા એક સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટ પુસ્તક પણ લખ્યું હતું, જેમાં તેણે શાંત રહેવાની રીત વિશે વાત કરી હતી. તે પોતે પણ કહી ચુક્યા છે કે વર્ષમાં એક મહિનામાં દાઢી બનાવું છે અને જૂતા પહેરતો નથી.
IND vs NZ: ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ સેમિફાઇનલ માટે ટીમ ઈન્ડિયાને આપી શુભકામના
તે ગમે તેવી તૈયારી કરી, અમે અમારી રીતે તૈયાર રહીશું- જો રૂટ
ઓસ્ટ્રેલિયાના આ પ્રકારના અભ્યાસ સત્ર પર ઈંગ્લેન્ડના જો રૂટે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે, તે ગમે તે રીતે તૈયારી કરી શકે છે. અમે પણ અમારી રીતે તૈયાર રહીશું. રૂટ સોમવારે તે નોંધનીય ખેલાડીઓમાંથી હતી, જેણે પ્રેક્ટિસ સત્ર પર ભાર આપ્યો હતો. ક્રિસ વોક્સ અને જેસન રોય પણ મેદાન પર થોડીવાર દોડતા જોવા મળ્યા હતા, પરંતુ ઈંગ્લેન્ડે તેને એક રેસ્ટ ડે જેમ રાખ્યો હતો.