IND vs NZ: ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ સેમિફાઇનલ માટે ટીમ ઈન્ડિયાને આપી શુભકામના

ટીમ ઈન્ડિયા આજે થોડી કલાકો બાદ ક્રિકેટ વિશ્વ કપ-2019ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મુકાબલા માટે ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ ટીમ ઈન્ડિયાને શુભકામના આપી છે.

IND vs NZ: ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ સેમિફાઇનલ માટે ટીમ ઈન્ડિયાને આપી શુભકામના

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આજે થોડી કલાકો બાદ ક્રિકેટ વિશ્વ કપ-2019ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મુકાબલા માટે ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ ટીમ ઈન્ડિયાને શુભકામના આપી છે. તેણે કીવી ટીમ સામે રમાનારી મેચ પહેલા એએનઆઈને કહ્યું, 'મેં ભારતીય ક્રિકેટ ટીમને પોતાની શુભકામનાઓ મોકલી છે. આશા છે કે ટીમ ઈન્ડિયા સારૂ પ્રદર્શન કરશે. મહત્વનું છે કે ક્રિકેટ વિશ્વ કપ ઈંગ્લેન્ડ અને વેલ્સની યજમાનીમાં રમાઇ રહ્યો છે.'

ટીમ ઈન્ડિયા આજે 3 કલાકે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓલ્ડ ટ્રેફર્ડના માનચેસ્ટર ગ્રાઉન્ડ પર ઉતરશે. ટીમ ઈન્ડિયાને આ મેચમાં મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. જો અહીં ભારત કીવી ટીમને હરાવવામાં સફળ રહે તો તે ફાઇનલમાં પહોંચી જશે. જ્યાં તેનો મુકાબલો ઓસ્ટ્રેલિયા અને યજમાન ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સામે થશે. 

— ANI (@ANI) July 9, 2019

ભારતીય ટીમની મજબૂતી વિશે વિલિયમસને મેચ પહેલા કહ્યું, 'હા, મને લાગે છે કે બોલરો ટૂર્નામેન્ટમાં શાનદાર રહ્યાં છે.' તેણે કહ્યું, અમે જાણીએ છીએ કે ક્રિકેટ દરેક દિવસે અલગ હોય છે. કેટલાક દિવસો બાકી દિવસોથી સારા હોય છે, તેથી એક ટીમ તરીકે તમે જેટલો ઝડપી તાલમેલ બેસાડી કારણ કે આ મહત્વની વસ્તુ છે. અત્યાર સુધી મોટા ભાગના સમયે ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ અમે જાણીએ છીએ કે કાલે (મંગળવાર) અમારી સામે એક અલગ પ્રકારનો પડકાર સામે આવી રહ્યો છે.
ભવિત પ્લેઇંગ ઇલેવન

ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, કેન વિલિયમસન, રોસ ટેલર, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટોમ લાથમ, લોકી ફર્ગ્યુસન, જિમી નીશામ, ટ્રેન્ટ બોલ્ટ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી. 

ભારતઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), દિનેશ કાર્તિક અથવા મયંક અગ્રવાલ, હાર્દિક પંડ્યા, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news