Corona એ લીધો એક યુવા ક્રિકેટરનો જીવ, આ ખેલાડીના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. જેમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપથી પ્રસરી રહ્યું છે. કોરોનાની આ બીજી લહેર પહેલાં કરતા ખુબ જ ઘાતક અને જીવલેણ સાબિત થઈ રહી છે. કાળમુખો કોરોના એક યુવા ક્રિકેટરને પણ ભરખી ગયો.
જયપુરઃ હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. જેમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપથી પ્રસરી રહ્યું છે. કોરોનાની આ બીજી લહેર પહેલાં કરતા ખુબ જ ઘાતક અને જીવલેણ સાબિત થઈ રહી છે. કાળમુખો કોરોના એક યુવા ક્રિકેટરને પણ ભરખી ગયો.
Cricketer નું બાળપણની મિત્ર પર આવી ગયું દિલ, ગર્લફ્રેન્ડને Kiss કરતા ફોટોએ સોશલ મીડિયામાં મચાવી ધૂમ
રાજસ્થાનના પૂર્વ લેગ સ્પિનર અને રણજી ટ્રોફી જીતનારી ટીમના સભ્ય રહેલાં વિવેક યાદવ (Vivek Yadav) નું આજે કોરોનાને કારણે નિધન થયું છે. 36 વર્ષની નાની ઉંમરમાં કાળમુખો કોરોના આ ખેલાડીના મોતનું કારણ બની ગયો. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક બાળકી છે.
You Tube નું આ શાનદાર ફિચર કરશે તમારા ઈન્ટરનેટના ડેટાની બચત, જાણી લો આ સરળ Tips
વિવેક યાદવનું કોરોનાથી નિધનઃ
વિવેક યાદવે બુધવારે શહેરની હોસ્પિટલમાં અંતિમ શ્વાંસ લીધાં હતાં. ઉલ્લેખનીય છેકે, આની સાથો-સાથ યાદવનો કેન્સરનો પણ ઈલાજ ચાલતો હતો. તેઓ કીમોથેરેપી માટે હોસ્પિટલમાં ગયા હતા, જ્યાં ટેસ્ટ દરમ્યાન ખ્યાલ આવ્યો કે તેઓ કોરોના પોઝિટિવ છે. ત્યાર બાદ વિવેકની હાલત વધારે ખરાબ થવા લાગી.
Sanjay Dutt ની મા Nargis ને મારી નાંખવા માટે કેમ આપી ડોક્ટરે સલાહ? જાણો પછી Sunil Dutt એ શું કર્યું
વિવેકનું ક્રિકેટ કરિઅરઃ
વિવેક યાદવે 18 ફસ્ટ કલાસ મેંચમાં 57 વિકેટ લીધી હતી. વર્ષ 2010-11માં તેઓ રણજી ટ્રોફીની ફાઈનલમાં પણ રમ્યાં હતાં. જે તેમની ઘરેલું ક્રિકેટ કરિઅરનો સૌથી મહત્ત્વપૂર્ણ મુકાબલો હતો. જેમાં તેમણે ફાઈનલમાં વડોદરા સામે 91 રન આપીને 4 વિકેટ લીધી હતી. યાદવે પોતાની છેલ્લી મેચ 30 વર્ષની ઉંમરમાં રમી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube