You Tube નું આ શાનદાર ફિચર કરશે તમારા ઈન્ટરનેટના ડેટાની બચત, જાણી લો આ સરળ Tips
નવી દિલ્લીઃ You Tube માં એક નવું શાનદાર ફિચર એડ થવાનું છે. જેનાથી આગામી દિવસોમાં તમારા ઈન્ટરનેટ ડેટાની સારી એવી બચત થઈ શકશે. આ નવું ફિચર Android અને ios બન્ને યૂઝર્સને કામ લાગશે.
You Tube યૂઝર્સ પોતાની પસંદગી મુજબ અલગ અલગ સ્ટ્રીમિંગ રિજોલ્યૂશન પસંદ કરી શકશે. ઈન્ટરનેટનો ડેટા બચાવવા માટે અહીં ઓટો ઓપ્શન પણ આપવામાં આવશે. આ ફિચરના કારણે નેટવર્કની ઉપલબ્ધિ અનુસાર વીડિયો ક્વોલિટીને એડજસ્ટ પણ કરી દેશે. આ ફિચરથી તમને વીડિયો ક્વોલિટીમાં શાનદાર કંટ્રોલ મળશે.
You Tube ને ઓપન કરો. App ના સેટિંગમાં જાઓ. અહીં આપને એક નવું સેક્શન વીડિયો ક્વોલિટી પ્રિફરેંસ જેવા મળશે. આ સેક્શનમાં તમને ઘણાં નવા વિકલ્પો પણ જોવા મળશે. જેમાં તમારે હાઈ પિક્ચર ક્વોલિટી અથવા ડેટા સેવર જેવા ઓપ્શનમાંથી કોઈ એકની પસંદગી કરવાની રહેશે.
હાઈ પિક્ચર ક્વોલિટીમાં તમને 720 પિક્ચરનું રિજોલ્યૂશન મળશે. જ્યારે ડેટા સેવરના યૂઝમાં તમને તેનાથી થોડું ઓછું 480 પિક્ચરનું રિજોલ્યૂશન મળશે.
પહેલા વિકલ્પનો અર્થ છે મોબાઈલના ઈન્ટરનેટનો ખર્ચ વધારે થશે. જ્યારે ડેટા સેવરનો અર્થ છેકે, તેમાં ડેટા ઓછો વપરાશે માત્ર પિક્ચર ક્વોલિટી થોડી ઓછી થશે.
જો તમને કોઈ વિકલ્પની પસંદગી કરવામાં અસમંજસ થઈ રહ્યું હોય તો તમે ઓટો મોડ પણ પસંદ કરી શકો છો. સાથે જ જો તમે ઈચ્છો તો કોઈ એક વીડિયોને જોવા માટે પણ સિસ્ટમમાં જઈને રિજોલ્યૂશન ચેન્જ કરી શકો છો.
Trending Photos