પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગની પત્ની આરતી પહોંચી કોર્ટ, જાણો શું છે સમગ્ર મામલો
એડવોકેટ વીરેન્દ્ર નાગરે જણાવ્યું કે આરતી ચેક બાઉન્સના કેસમાં જામીન પર હતી, પરંતુ તે લાંબા સમયથી કોર્ટમાં આવી રહી ન હતી અને તેના વકીલ દ્વારા પણ કોઈ અરજી કરવામાં આવી ન હતી.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગની પત્ની આરતી સેહવાગ ગ્રેટર નોઈડાની ગૌતમ બુદ્ધ નગર જિલ્લા કોર્ટમાં હાજર થઈ હતી. તેને મોટી રાહત આપતા કોર્ટે તેની બિનજામીનપાત્ર અરજી સ્વીકારી લીધી હતી. કોર્ટમાંથી તેના વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યું હતું પરંતુ તે સુનાવણી માટે આવી રહી ન હતી.
ચેક બાઉન્સ કેસમાં આરતી સેહવાગ વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. એડવોકેટ વીરેન્દ્ર નાગરે જણાવ્યું કે આરતી ચેક બાઉન્સના કેસમાં જામીન પર હતી, પરંતુ તે લાંબા સમયથી કોર્ટમાં આવી રહી ન હતી અને તેના વકીલ દ્વારા પણ કોઈ અરજી કરવામાં આવી ન હતી. કોર્ટે તેની જામીન અરજી સ્વીકારી લીધી છે. આ પહેલા આરતી સેહવાગ છેલ્લે 5 જુલાઈ 2019 ના રોજ કોર્ટમાં હાજર થઈ હતી.
આ છે સમગ્ર મામલો
મળતી માહિતી મુજબ, આરતી સેહવાગ વિવિધ ફળોના ઉત્પાદનોનું ઉત્પાદન કરતી કંપની SMGK એગ્રો પ્રોડક્ટ્સમાં ભાગીદાર છે. દિલ્હીના અશોક વિહાર સ્થિત SMGK કંપનીએ લખનપાલ પ્રમોટર્સ એન્ડ બિલ્ડર કંપની પાસેથી ઓર્ડર લીધો હતો, પરંતુ તે પૂરો કરી શકી ન હતી. આ પછી તેણે લખનપાલના પ્રમોટરોને પૈસા પરત કરવા પડ્યા અને SMGK એ રૂ. 2.50 કરોડનો ચેક આપ્યો. આ ચેક બાઉન્સ થયો. આ મામલે આરતી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube