નવી દિલ્હીઃ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર ફુટબોલર બની ગયો છે. પ્રીમિયર લીગમાં શનિવારે ટોટનહમ વિરુદ્ધ માન્ચેસ્ટર યુનાઇટેડ તરફતી રમતા રોનાલ્ડોએ આ કમાલ કર્યો છે. મેચમાં તેણે એક-બે નહીં ત્રણ શાનદાર ગોલ કર્યા હતા. મુકાબલો તેની ટીમે 3-2ના અંતરથી જીત્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે રોનાલ્ડોના ગોલોની સંખ્યા હવે 807 થઈ ગઈ છે. પહેલાં આ રેકોર્ડ ચેક રિપબ્લિકના મહાન ખેલાડી જોસેફ બાઇકનના નામે હતો. મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ રોનાલ્ડો પહેલાં જ પોતાના નામે કરી ચુક્યો છે. મેચનો પ્રથમ ગોલ 25 યાર્ડથી રોનાલ્ડોએ એક આક્રમક રોકેટ કિકથી કર્યો હતો. થોડી મિનિટ બાદ પોતાનો 806મો ગોલ કરતા તેણે આ શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 


RCB એ આખરે કરી દીધી પોતાના કેપ્ટનની જાહેરાત, હવે વિરાટને માનવો પડશે આ ખેલાડીનો ઓર્ડર


આ વચ્ચે મહાન પેલે પણ લાંબા સમયથી દાવો કરે છે કે તેમણે સાંતોસ અને બ્રાઝિલ માટે પોતાના કરિયરમાં 1283 વખત સ્કોર કર્યો, પરંતુ ફીફા દ્વારા માન્યતા પ્રાપ્ત મુકાબલા અનુસાર રોનાલ્ડો તેમનાથી ક્યારનો આગળ નિકળી ચુક્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube