નવી દિલ્હીઃ આઈપીએલ (IPL 2020) શરૂ થતાં પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને એક બાદ એક ઝટકા લાગી રહ્યાં છે. શુક્રવારે ટીમના ફાસ્ટ બોલર દીપક ચાહર સહિત અન્ય સભ્યો કોરોના પોઝિટિવ થયા અને ત્યારબાદ શનિવારે મળેલી જાણકારી અનુસાર ટીમનો વધુ એક ખેલાડી રુતુરાજ ગાયકવાડ પણ કોરોનાથી સંક્રમિત થયો છે. આ ટીમ માટે સારા સમાચાર નથી, કારણ કે સ્થિતિ આ પ્રમાણે રહી તો અન્ય ખેલાડી પર પ્રભાવ પડી શકે છે અને પછી આઈપીએલના આયોજન પર સવાલ ઉભા થશે. એટલું જ નહીં ચેન્નઈનો વિસ્ફોટક બેટ્સમેન સુરેશ રૈના પણ અંગત કારણોસર આ વર્ષે આઈપીએલમાં રમશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ચેન્નઈ સુપર કિંગ્સના ઘણા ખેલાડી એરપોર્ટ પર એક ફેનને ગળે મળતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં એક ખેલાડી કેદાર જાધવ હોય તેવી પ્રતીતી થઈ રહી છે. 


આ વીડિયોને જોઈને તે લાગી રહ્યું છે કે ખેલાડી નિયમો પ્રત્યે કેટલા ગંભીર છે. સીએસકેની યોજના હતી કે ખેલાડી યૂએઈ પહોંચ્યા બાદ જરૂરી ક્વોરન્ટાઇનનો સમય પૂરો કરી લે અને પછી ટ્રેનિંગની શરૂઆત કરે, પરંતુ ટીમના ખેલાડી તથા અન્ય સ્ટાફ પોઝિટિવ આવ્યા બાદ તેની આ યોજના પર પાણી ફરી ગયું છે. હાલ ચેન્નઈ ટીમનો ક્વોરન્ટાઇનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. 


ખેલ પુરસ્કારોનો વર્ચ્યુઅલ સમારોહ, પ્રથમવાર 5 ખેલાડીઓને 'ખેલ રત્ન'  


ફાસ્ટ બોલર દીપક ચાહર પોઝિટિવ આવ્યા બાદ ટીમના અન્ય ખેલાડીઓને સેલ્ફ-ફાઇસોલેશનમાં રાખવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. આ આઇસોલેશનનો સમય પૂરો કર્યા બાદ ખેલાડીઓનો ટેસ્ટ કરવામાં આવશે અને તેમાં નેગેટિવ આવ્યા બાદ ટ્રેનિંગની મંજૂરી અપાશે. સીએસકે એકમાત્ર એવી ટીમ હતી જેણે યૂએઈ જતા પહેલા ભારતમાં ટ્રેનિંગ કેમ્પનું આયોજન કર્યું હતું. પરંતુ બીસીસીઆઈએ ટ્રેનિંગ કેમ્પના આયોજન માટે સીએસકેને ના પાડી હતી કારણ કે ભારતમાં કોવિડ 19ની સંક્રમિત થનારાની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ તેણે બીસીસીઆઈની ચિંતાને નજરઅંદાજ કરી દીધી હતી. 


IPL ઈતિહાસમાં આ 2 બેટ્સમેનોએ સૌથી વધુ વખત જીતી છે ઓરેન્જ કેપ  


હવે કહેવામાં આવી રહ્યું છે કે ચેન્નઈમાં ટ્રેનિંગ કેમ્પ આયોજીત કરવાને કારણે સીએસકેના ખેલાડીઓ તથા સ્ટાફ સંક્રમિત થયા છે. હાલ ચેન્નઈની ટીમના અન્ય ખેલાડીઓ પર પાંચ દિવસ સુધી નજર રાખવામાં આવશે જ્યારે દીપક ચાહર તથા અન્ય પોઝિટિવ સ્ટાફને 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવશે. ત્યારબાદ તેનો ટેસ્ટ કરવામાં આવશે અને નેગેટિવ આવ્યા બાદ તેને બાયો સિક્યોર બબલમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવશે.


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર