IPL 2020: ધોનીની ટીમ માટે ખુશખબર, તમામ 13 સભ્યોનો કોરોના ટેસ્ટ આવ્યો નેગેટિવ
આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડી દીપક ચાહર અને ઋતુરાજ ગાયકવાડ કોરોનાથી સંક્રમિત થયા હતા.
અબુધાબીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)મા ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે ઉત્સાહજનક સમાચાર આવ્યા છે. હકીકતમાં બે ખેલાડીઓ સહિત ચેન્નઈ સુપર કિંગ્સના જે 13 સભ્યોનો પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો, હવે તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
મહત્વનું છે કે આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડી દીપક ચાહર અને ઋતુરાજ ગાયકવાડ કોરોનાથી સંક્રમિત થયા હતા, ત્યારબાદ સુરેશ રૈનાએ આઈપીએલમાંથી નામ પરત લઈ લીધું અને તે ઘરે પરત ફર્યો હતો.
સીએસકેના સભ્યોએ આઈપીએલ માટે ટ્રેનિંગ શરૂ કરતા પહેલા વધુ એક ટેસ્ટમાંથી પસાર થવું પડશે. સીએસકેના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો સોમવારે કોરોના ટેસ્ટ થયો હતો, જેનું પરિણામ મંગળવારે આવ્યું છે.
IPL ઈતિહાસઃ આઈપીએલમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર ટોપ-5 બોલર
બધા ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફનો 3 સપ્ટેમ્બરે એકવાર ફરી કોરોના ટેસ્ટ થશે. જો ટેસ્ટ નેગેટિવ આવે તો 5 સપ્ટેમ્બરથી સુપર કિંગ્સને પ્રેક્ટિસ કરવા માટે મંજૂરી મળી જશે.
આ સિવાય ઓફ સ્પિનર હરભજન સિંહને લઈને કંઈ સ્પષ્ટ થયું નથી. હરભજન સિંહ હજુ સુધી ટીમ સાથે યૂએઈમાં જોડાયો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube