નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં પ્રથમવાર ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફ રમ્યા વગર બહાર થઈ ગઈ છે. 13મી સીઝનમાં શરૂઆતી મેચોમાં ખરાબ પ્રદર્શન કરી ચેન્નઈ સુપર કિંગ્સ ટૂર્નામેન્ટમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની હતી. પરંતુ ટીમે જરૂર અંતિમ ત્રણ મેચ જીતી અને સન્માન સાથે વિદાય લીધી હતી. આખરી લીગ મેચ બાદ માહિતી મળી રહી છે કે ચેન્નઈનો અનુભવી બેટ્સમેન શેન વોટસન ક્રિકેટને અલવિદા કહેવા જઈ રહ્યો છે. શેન વોટસનના આ નિર્ણયની જાણ થતા તેના ફેન્સ સોશિયલ મીડિયા પર તેને યાદ કરી રહ્યાં છે. ટ્વિટર પર #ThankYouWatson ટ્રેન્ડ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંતરરાષ્ટ્રીય ક્રિકેટને 2016મા અલવિદા કહેનાર પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર શેન વોટસને હવે ક્રિકેટને છોડવાનું મન બનાવી લીધું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈનું પ્રદર્શન ખુબ નિરાશાજનક રહ્યુ અને તે પહેલા જ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ હતી. વોટસન પણ આ સીઝનમાં ખાસ કરી શક્યો નહીં. જાણકારી પ્રમાણે છેલ્લી લીગ મેચ બાદ આ ખેલાડીએ ડ્રેસિંગ રૂમમાં પોતાના સંન્યાસની વાત સાથી ખેલાડીને જણાવી હતી. 


ભારતીય મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુનું ચોંકાવનારૂ ટ્વીટ, લખ્યું  'I RETIRE'  


એક અંગ્રેજ વેબસાઇટ પ્રમાણે ચેન્નઈના એક ખેલાડીએ જણાવ્યું કે, વોટસને અંતિમ લીગ મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં નિવૃતીની વાત કહી. તેણે જણાવ્યું કે, વોટસન ખુબ ભાવુક હતો જ્યારે તેણે ડ્રેસિંગ રૂમમાં છેલ્લા મુકાબલા બાદ કહ્યુ કે, તે નિવૃતી લઈ રહ્યો છે. તેણે કહ્યુ કે, ફ્રેન્સાઇઝી માટે રમવું તેના માટે ખુબ સન્માનની વાત રહી.


આ સીઝનમાં વોટસનનું પ્રદર્શન ખરાબ રહ્યુ અને 11 મેચમાં તેણે 29.90ની એવરેજથી માત્ર 299 રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર 83 રન રહ્યો હતો. તેણે આ સીઝનમાં 33 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા હતા. 2018મા ચેન્નઈની ટીમ સાથે જોડાતા પહેલા તે રાજસ્થાન રોયલ્સ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર માટે રમી ચુક્યો હતો. રાજસ્થાનની ટીમ જ્યારે 2008મા ચેમ્પિયન બની હતી ત્યારે વોટસન ટીમનો સભ્ય હતો.


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર