નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ડેવિડ વિલી અંગત કારણોથી ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી હટી ગયો છે. સુપર કિંગ્સ તરફથી 2018માં ત્રણ મેચ રમનાર ઈંગ્લેન્ડના ક્રિકેટર વિલીએ યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ વેબસાઇટને કહ્યું, દુર્ભાગ્યપૂર્ણ કેટલાક પારવારિક કારણોથી મારે આઈપીએલમાંથી હટવું પડી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે કહ્યું, અમારે બીજુ બાળક થવાનું છે અને મારી પત્નીને થોડી સમસ્યા છે તેથી મારે તે નક્કી કરવું પડશે કે, તે સંપૂર્ણ સ્વસ્થ રહે. 


વિલીએ કહ્યું કે, ચેન્નઈએ તેને સંપૂર્ણ સહયોગ અને સમર્થન કર્યું અને આઈપીએલમાંથી હટવાનો નિર્ણય કરવો સરળ રહ્યો નથી. 


તેણે કહ્યું, યોર્કશાયર તરફથી ચેન્નઈનું વલણ પણ ખૂબ સહયોગપૂર્ણ રહ્યું. આ આસાન નિર્ણય નથી, પરંતુ આ યોગ્ય નિર્ણય છે. 


આ વચ્ચે ચેન્નઈના એક અધિકારીએ કહ્યું કે, વિલીએ આઈપીએલમાંથઈ હટવાના પોતાના નિર્ણય વિશે તેને યોગ્ય જાણ કરી નથી. 


ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈને શરૂઆતમાં ત્યારે ઝટકો લાગ્યો, જ્યારે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલજ લુંગી એન્ગિડી ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી હટી ગયો હતો. તેની જગ્યાએ ટીમે હજુ સુધી કોઈ ખેલાડીને સામેલ કર્યો નથી.