વીરેન્દ્ર સેહવાગને કેપ્ટન બનાવવા ઈચ્છતી હતી CSK, પરંતુ થઈ ગઈ એમએસ ધોનીની એન્ટ્રી
સીએસકે તથા ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન એસ બદ્રીનાથે યૂટ્યૂબ ચેનલ પર વાત કરતા કહ્યુ કે, એમએસ ધોની સીએસકે ટીમની પ્રથમ પસંદ નહતો અને આ ફ્રેન્ચાઇઝી વીરેન્દ્ર સેહવાગને કેપ્ટન તરીકે ઈચ્છતી હતી.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની આગેવાની વાળી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એક સફળ ટીમ માનવામાં આવે છે. એમએસની આગેવાનીમાં આ ટીમ આઠ વખત ફાઇનલ રમી ચુકી છે અને દરેક સીઝનમાં પ્લેઓફમાં પહોંચી છે. તો આ ટીમને એમએસ ધોનીની સર્વિસ ક્યારેય ન મળી હોત જો વીરેન્દ્ર સેહવાગ આ ટીમની સાથે જોડાયો હોત.
સીએસકે તથા ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન એસ બદ્રીનાથે યૂટ્યૂબ ચેનલ પર વાત કરતા કહ્યુ કે, એમએસ ધોની સીએસકે ટીમની પ્રથમ પસંદ નહતો અને આ ફ્રેન્ચાઇઝી વીરેન્દ્ર સેહવાગને કેપ્ટન તરીકે ઈચ્છતી હતી. એકવાર એન શ્રીનિવાસને પણ કહ્યુ કે, તે વીરેન્દ્ર સેહવાહને પોતાની ટીમમાં ઈચ્છતા હતા. તેમણે જણાવ્યું કે, વીરેન્દ્ર સેહવાગ હરાજીનો ભાગ હતો, પરંતુ જ્યારે દિલ્હી કેપિટલ્સે તેને પોતાની ટીમમાં આઇકન ખેલાડીના રૂપમાં સામેલ કરી લીધો તો તેણે હરાજીમાંથી પોતાનું નામ પરત લઈ લીધું અને દિલ્હીની સાથે યથાવત રહેવાનું નક્કી કર્યું હતું.
એસ બદ્રીનાથે કહ્યુ કે, આઈપીએલની શરૂઆત 2008મા થઈ અને તમે જુઓ તો ચેન્નઈ સુપર કિંગ્સની પ્રથમ પસંદ વીરેન્દ્ર સેહવાગ હતો. સીએસકે મેનેજમેન્ટે વીરૂને પોતાની ટીમમાં સામેલ કરવાનું મન બનાવ્યું હતું ત્યારે દિલ્હીએ પોતાની ટીમમાં સામેલ કરી લીધો હતો.
IPL 2020: જુઓ તમામ ટીમોનું લિસ્ટ, ક્યા-ક્યા ખેલાડીઓ છે સામેલ
ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે તેના માટે દિલ્હીમાં રમવાની સહમતિ વ્યક્ત કરી કારણ કે તેમણે વિચાર્યું કે આજ સારૂ રહેશે. ત્યારબાદ હરાજી થઈ અને તેમણે જોયું કે ક્યો ખેલાડી સારો હતો અને તેની પહેલા ભારતે 2007 ટી20 વિશ્વકપ જીત્યો હતો. પછી તેમણે નિર્ણય લીધો કે ધોનીને સાઇન કરવામાં આવશે. ત્યારબાદ હરાજીમાં સીએસકેએ ધોનીને ખરીદ્યો કારણ કે આ ટીમમાં કોઈ આઇકન ખેલાડી નહતો. પરંતુ મુંબઈની સાથે તેના માટે ખૂબ બોલી લાગી હતી, પરંતુ બાદમાં તેણે પોતાના હાથ પાછા ખેંચી લીધા હતા. સીએસકેએ ધોની માટે 1.5 બિલિયન ડોલર ખર્ચ કર્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube