નોટિંઘમઃ આઈસીસી વનડે વિશ્વકપનો બીજો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. શુક્રવાર, 31 મેએ આ બંન્ને દેશો વચ્ચે મુકાબલો ટ્રેન્ટ બ્રિજ, નોટિંઘમના મેદાન પર રમાશે. જેસન હોલ્ડરની આગેવાની વાળી વેસ્ટ ઈન્ડિઝન ક્રિકેટ ટીમને આ વિશ્વકપની 'ડાર્ક હોર્સ'ના રૂપમાં જોવામાં આવી રહી છે. તો પાકિસ્તાની ટીમનું હાલમાં પ્રદર્શન સારૂ રહ્યું નથી, પરંતુ તેને હળવાશથી લેવી ભારે પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી કુલ 133 વનડે મેચ રમાય છે. તેમાંથી વેસ્ટ ઈન્ડિઝે 70 જ્યારે પાકિસ્તાને 60 મેચમાં વિજય મેળવ્યો છે. ત્રણ મેચ ટાઇ રહ્યાં છે. વિશ્વકપ દરમિયાન બંન્ને ટીમોએ 10 મેચ રમી છે, ત્રણ મેચ પાકિસ્તાને જીતી છે, જ્યારે સાત મેચમાં વેસ્ટ ઈન્ડિઝે જીતનો સ્વાદ ચાખ્યો છે. 


ત્યારે હવે જોવાનું રહ્યું છે કે, આજે બંન્ને ટીમો કઈ રીતે પોતાના અભિયાનનો પ્રારંભ થયો છે. વેસ્ટઈન્ડિઝની ટીમમાં ક્રિસ ગેલ અને આંદ્રે રસેલની વાપસી થવાથી ટીમ મજબૂત થઈ છે. તો પાકિસ્તાનની ટીમે પણ અંતિમ સમયે પોતાની ટીમમાં ફેરફાર કરીને મોહમ્મદ આમિર અને વહાબ રિયાઝને ટીમમાં સ્થાન આપ્યું હતું. 


પાકિસ્તાનની ટીમ
સરફરાઝ અહમદ (કેપ્ટન), આસિફ અલી, બાબર આઝમ, ફખર જમાન, હૈરિસ સોહેલ, હસન અલી, ઇમાદ વસીમ, ઇમામ ઉલ હક, મોહમ્મદ આમિર, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ હસનૈન, શાદાબ ખાન, શાહીન આફ્રિદી, શોએબ મલિક, વહાબ રિયાઝ.  


વેસ્ટઈન્ડિઝ ટીમઃ
જેસન હોલ્ડર (કેપ્ટન), આંદ્રે રસેલ, એશ્લે નર્સ, કાર્લોસ બ્રૈથવેટ, ક્રિસ ગેલ, ડૈરેન બ્રાવો, એવિન લુઇસ, ફૈબિયન એલેન, કીમર રોચ, નિકોલસ પૂરન, ઓશાને થોમસ, શાઈ હોપ, શૈનન ગૈબ્રિયલ, શેલ્ડન કોટરેલ, શિમરોન હેટમાયર.