CWG 2018: મલેશિયાને હરાવીને ભારતે જીત્યો બેન્ડમિન્ટન મિક્સડનો ગોલ્ડ
ભારતે 21માં રાષ્ટ્રમંડળ ખેલોમાં બેન્ડમિન્ટનમાં પણ શાનદાર શરૂઆત કરી હતી. મિક્સ્ડ ટીમ ઈવેન્ટના ફાઇનલમાં ભારતે મલેશિયાને 3-1થી હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે. મહિલા સિંગલ મુકાબલામાં ભારતને સાઇના નહેવાલે શાનદાર પ્રદર્શન કરતા ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા): ભારતે 21માં રાષ્ટ્રમંડળ ખેલોમાં બેન્ડમિન્ટનમાં પણ શાનદાર શરૂઆત કરી હતી. મિક્સ્ડ ટીમ ઈવેન્ટના ફાઇનલમાં ભારતે મલેશિયાને 3-1થી હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે. મહિલા સિંગલ મુકાબલામાં ભારતને સાઇના નહેવાલે શાનદાર પ્રદર્શન કરતા ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારતનો પ્રથમ મેચ મિક્સ્ડ ડબલ્સમાં રંકી રેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડીએ ત્રણ સેટ સુધી ચાલેલા મેચમાં 21-14, 15-21 અને 21-15 જીત અપાવીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. ત્યારબાદ પુરૂષોના સિંગલ મેચમાં વિશ્વનો નંબર-2 ખેલાડી કિદાંબી શ્રીરાંતે દુનિયાના પૂર્વ નંબર વન ખેલાડી લી ચોંગ વીને સીધા સેટમાં 21-17, 21-14 હરાવીને ભારતને 2-0થી આગલ કરી દીધું હતુ.ં 2-0ની લીડ ભાદ ભારતની પુરૂષ ડબલ્સની જોડી સાત્વિક રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીનો 21-15, 22-20થી પરાજય થયો હતો. ત્યારબાદ મહિલા સિંગલ મુકાબલામાં ભારતની સ્ટાર પ્લેયર સાયના નહેવાલે સોનિયા ચેહને પ્રથમ સેટમાં 21-11થી હરાવી. ત્યારબાદ બીજા સેટમાં ચેહે વાપસી કરતા 19-21થી જીત મેળવી. ત્યારબાદ ત્રીજા સેટમાં સાઇનાએ 21-9થી વિજય મેલવીને ભારતને 3-1ના અંતરે જીત અપાવી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ 10મો ગોલ્ડ મેડલ છે. આ સાથે ભારતના કુલ મેડલોની સંખ્યા 19 પર પહોંચી ગઈ છે.