બર્મિંઘમઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતના યુવા વેઇટલિફ્ટર જેરેમી લાલરિનુંગા 67 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ભારતને વેઈટલિફ્ટિંગમાં પાંચમો મેડલ મળ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધી પાંચ મેડલ જીત્યા છે. આ પાંચેય મેડલ ભારતને વેઈટલિફ્ટિંગમાં મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના યુવા વેટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ કોમનવેલ્થમાં 67 કિલો વર્ગમાં આ ગોલ્ડ કબજે કર્યો છે. તેણે સ્નેચમાં સૌથી વધુ 140 કિલોગ્રામ વજન ઉઠાવ્યો હતો, જ્યારે ક્લીન એન્ડ જર્કમાં 160 કિલોગ્રામ વજન ઉઠાવી ઈતિહાસ રચી દીધો. તેણે ગેમ રેકોર્ડ કુલ 300 કિલોગ્રામ વજન ઉઠાવ્યો. આ રીતે વેઇટલિફ્ટિંગમાં ભારતને બીજો ગોલ્ડ અને કુલ પાંચમો મેડલ મળ્યો છે. આ પહેલા શનિવારે મીરાબાઈ ચાનૂએ 49 કિલોવર્ગમાં ગોલ્ડ જીત્યો હતો. 


યૂથ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચુકેલ જેરેમી પ્રથમવાર કોમનવેલ્થ ગેમ્સમાં ઉતર્યો અને તેણે પહેલી બાજીમાં ઈતિહાસ રચી દીધો. તેણે સ્નેચમાં પ્રથમ અટેમ્પ્ટમાં 136 કિલો ઉઠાવ્યો, જ્યારે બીજા પ્રયાગમાં 140 કિલો વજન ઉઠાવી રેકોર્ડ બનાવ્યો હતો. આ તેનો ગેમ રેકોર્ડ રહ્યો, જ્યારે ત્રીજા પ્રયાસમાં તે 143 કિલોગ્રામ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો. 


ત્યારબાદ જેરેમીએ ક્લીન એન્ડ જર્કમાં પ્રથમ પ્રયાસમાં 154 કિલોગ્રામ ઉઠાવ્યો, જ્યારે બીજા પ્રયાસમાં તેણે 160 કિલોગ્રામ વજન ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેને પીઠ અને એલ્બોમાં પરેશાનીનો સામનો કરવો પડ્યો. પરંતુ તે ત્રીજા પ્રયાસમાં ફેલ રહ્યો. 


આ પહેલા મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ, સંકેત સરગર અને બિંદિયારાની દેવીએ સિલ્વર મેડલ જીત્યો, જ્યારે ગુરૂરાજા પુજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતને અત્યાર સુધી વેટલિફ્ટિંગમાં 5 મેડલ મળી ચુક્યા છે. આ ઇવેન્ટમાં આજે વધુ બે મેડલ મળવાની આશા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube