હૈદ્બાબાદ: પ્રો કબડ્ડી લીગ (પીકેએલ) લીગમાં દબંગ દિલ્હીનું વિજય અભિયાન ચાલુ છે. ટૂર્નામેંટમાં ગુરૂવારે તમિલ તલાઇવાઝ વિરૂદ્ધ થયેલા મુકાબલામાં દિલ્હીએ 30-29થી માત આપીને સતત બીજી જીત પ્રાપ્ત કરી. તમિલ તલાઇવાઝને આ મેચમાં પોતાના સ્ટાર રાઇડર મંજીત છિલ્લરની ભૂલનું નુકસાન હાર તરીકે ચૂકવવું પડ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમિલ તલાઇવાઝે પહેલા હાફમાં સારી રમત રમી. તેમણે શરૂઆતમાં જ 5-1 ની લીડ પ્રાપ્ત કરી લીધી હતી. તમિલની ટીમે શાનદાર રેડિંગ અને ડિફેંસના દમ પર દિલ્હીને 11મી મિનિટમાં ઓલઆઉટ કરી દીધી હતી. પહેલાં હાફના અંત સુધી તેમણે 18-11 ની લીડ પ્રાપ્ત કરી. જોકે બીજા હાફમાં દિલ્હીએ સારી શરૂઆત કરી. મેચના 38મી મિનિટમાં દિલ્હીએ તમિલ થલાઇવાઝને ઓલઆઉટ કરી મેચમાં જોરદાર વાપસી કરી. 

પ્રો કબડ્ડી 2019:  આજે ટકરાશે ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ V/S યુપી યોધ્ધા 


અંતિમ મિનિટમાં દિલ્હીએ શાનદાર વાપસી કરી અને સ્કોરને 29-29 થી બરાબરી પર લાવી દીધી. એચની અંતિમ રેડમાં દિલ્હીના નવીન કુમાર હતા, પરંતુ તમિલ થલાઇવાઝના મંજીત છિલ્લરનો પગ લાઇનથી બહાર (સેલ્ફ આઉટ) જતો રહ્યો હતો. તેના લીધે દિલ્હીને એક એક પોઇન્ટ મળ્યો જેની સાથે તેમણે મેચમાં જીત પ્રાપ્ત કરી. આ સીઝનમાં દિલ્હીની આ સતત બીજી જીત છે જ્યારે તમિલને બે મેચોમાં પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો છે. 


દિલ્હી માટે નવીન કુમારે આઠ અને મેરાજ શેખે છ જ્યારે કેપ્ટન જોગિદર નરવાલે ચાર પોઇન્ટ માટે. ટીમને વડે 13, ટેકલ વડે નવ, આઉઆઉટ વડે બે અને છ વધારાના પોઇન્ટ મળ્યા. તમિલ તલાઇવાઝ માટે રાહુલ ચૌધરીએ સાત, અજય ઠાકુરે પાંચ અને મંજીત છિલ્લરે પાંચ પોઇન્ટ લીધા. ટીમે રેડ વડે 12, ટેકલ વડે આઠ, ઓલઆઉટ વડે બે અને વધારાના ચાર પોઇન્ટ મળ્યા.