જોહનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેન યૂરો ટી-20 સ્લેમ સાથે જોડાયો છે. ક્રિકઇન્ફો અનુસાર, ટૂર્નામેન્ટની પ્રથમ સિઝન 30 ઓગસ્ટથી શરૂ થશે. આ સ્પર્ધામાં છ ફ્રેન્ચાઇઝી ભાગ લેશે અને આયર્લેન્ડ, નેધરેલન્ડ તથા સ્કોટલેન્ડ તેની સંયુક્ત યજમાની કરશે. ટૂર્નામેન્ટ શરૂ કરવાની જાહેરાતના થોડા સમયમાં છ ક્રિકેટર- શાહીદ આફ્રિદી, ક્રિસ લિન, શેન વોટસન, બાબર આઝમ, બ્રેન્ડન મેક્કુલમ, લ્યૂક રોન્કી તેની સાથે જોડાઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇયોન મોર્ગન, જેપી ડ્યૂમિની, ઇમરાન તાહિર અને રાશિદ ખાન જેવા સ્ટાર ખેલાડી પણ આ ટૂર્નામેન્ટમાં રમશે અને અન્ય મોટા ખેલાડીઓ જોડાઈ તેવી પણ આશા છે. 


સ્ટેન ઈજાને કારણે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા વિશ્વ કપમાંથી બહાર થયો હતો. તેને આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ઈજા થઈ હતી.