યશ કંસારા, અમદાવાદઃ મિક્સડ માર્શલ આર્ટસ્, MMA તરીકે જાણીતો ઐ સ્પોર્ટ આજે વિશ્વભરમાં લોકપ્રિય થઈ રહ્યો છે. MMA એક એવો સ્પોર્ટ છે જેમાં તમામ પ્રકારની ફાઈટિંગ સ્ટાઈલનું મિશ્રણ છે. અને 2 ફાઈટર્સ વચ્ચે રમાઈ છે આ ખતરનાક ખેલ. આ ડેન્જરસ સ્પોર્ટેના કારણે અત્યારસુધી ઘણા બધા વિવાદ સર્જાયા છે. પરંતું, ભારે વિવાદ બાદ પણ આ ખેલા આજે દુનિયામાં ત્રીજા નંબરનો લોકપ્રિય ખેલ છે. જ્યારે, આ સ્પોર્ટ કેવી રીતે લોકપ્રિય બન્યો તેના પણ અનેક કારણો છે. જેમાંના અમુક કારણો આજે અમે તમને જણાવા જઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ULTIMATE FIGHTING CHAMPIONSHIPની શરૂઆત:
MMAની શરૂઆત 1990માં થઈ હતી. જ્યારે, અલટીમેટ ફાઈટિંગ ચેમ્પિયનશીપ (ULIMATE FIGHTING CHAMPIONSHIP)ની અમેરિકામાં શરૂઆત થઈ હતી. જેમાં દુનિયાના બેસ્ટ ફાઈટર્સને ઓગ્ટાગોન એટલે ઓઠ ખોણા વાળી રિંગમાં લડવા માટે ઈન્વિટેશન અપાતું હતું. UFCની પહેલી ફાઈટ નાઈટ 12 નવેમ્બર 1993ના રોજ યોજાઈ હતી. રોરિયન ગ્રેસી, આર્ટ ડેવી અને રોબર્ટ મેવરોઈટ્ઝે આ ચેમ્પિયનશીપની શરૂઆત કરી હતી. જેમાં, લોકો પૈસા આપીને દુનિયા શ્રેષ્ઠ ફાઈટર્સને જોવા માટે આવતા હતા.


બોક્સિંગની ચાહ્નામાં ઘટાડો:
MMAનું લોકપ્રિય થવાનું બીજૂ મહત્વનું કારણે એ છે કે બોક્સિંગની લોકોચાહ્નામાં ઘટાડો થઈ રહ્યો હતો. 1980થી 2000 સુધીના 3 દાયકામાં બોક્સિંગ દુનિયામાં સૌથી મોટો સ્પોર્ટ હતો. હેવી વેઈટ બોક્સર વચ્ચેની ફાઈટસ્ દર્શકોને આકર્ષિત કરતી હતી. જ્યારે, સ્પોન્સરશીપ પણ બોક્સિંગ મેચો પર વધુ મળતી હતી. માઈક ટાઈસન VS એવેન્ડર હોલીફિલ્ડ, લેનોક્ષ લેવીસ VS વિતાલી જેવી ઘણી બોક્સિંગ મેચોના લીધે બોક્સિંગ લોકપ્રિય થયું હતું. જોકે, મોટા બોક્સર્સના રિટાયરમેન્ટ પછી સારા બોક્સર ઓછા આવ્યા અને બોક્સિંગના આયોજકો બોક્સિંગ કરતા પૈસાને વધુ મહત્વ આપતા થઈ ગયા. જેના કારણે અનેક મેચોમાં સારા બોક્સર્સ ખરાબ પ્રદર્શન કરીને વધુ પૈસા કમાતા હતા. જેના પગલે લોકોના મનમાંથી બોક્સિંગની છાપ ધીમ-ધીમે ભુસાવા લાગી.


ફાઈટના નિયમોમાં બદલાવ:
જે સમયે UFCની શરૂઆત થઈ હતી. તેમાં કોઈપણ પ્રકારના નિયમો ન હતા. ના કોઈ ટાઈમલિમીટ હતી, અને તે એક રાતમાં જ ખત્મ થતી ટૂર્નામેન્ટ હતી. જેના કારણે ફાઈટર્સ થાકી જતા અને પોતાનું બેસ્ટ પર્ફોમન્સ નહોતા આપી શક્તા. ત્યારબાદ, 2000ના દાયકમાં નિયમોમાં બદલાવ આવ્યા. UFCમાં બોક્સિંગની જેમ જ રાઉન્ડ વાઈઝ ફાઈટ થવા લાગી.અને 5 મીનિટના 3 રાઉન્ડમાં ફાઈટર્સે પોતાના વિરોધીને નોક આઉટ કરીને અથવા સબમીશન કરાવીને હરાવવાનો નિયમ લાગૂ કરાયો. જેના કારણે MMA ફાઈટ્સ વધારે રસપ્રદ થવા લાગી. જેના પગલે લોકો MMA ફાઈટ્સ જોવા માટે UFCની ફાઈટ નાઈટ્સ જોવા આવવા લાગ્યા.


કોનોર મેગ્ગ્રેગોર:
કહેવામાં આવે છે કે NO PLAYER IS BIGGER THAN A SPORT એટલે કે કોઈ પણ ખેલાડી સ્પોર્ટ કરતા મોટો નથી હોતો. પરંતું, આ વાતને 2017માં કોનોર મેગ્ગ્રેગોર નામના ફાઈટરે મહદઅંશે ખોટી સાબિત કરી. મેગ્ગ્રેગોર ઘણો બોલકણો છે અને તે પોતાના વિરોધીઓને બોલી બોલીને પણ ઉકસાવતો રહે છે. જેના કારણે તે લોકો વચ્ચે વધુ ફેમસ છે. ત્યારે, 2017માં કોનોરે મેગ્ગ્રગોરને સ્ટાર બોક્સર ફ્લોઈડ મેયવેધરને બોક્સિંગ મેચ માટે પડકાર આપ્યો હતો. ભલે એ મેચમાં બોક્સર ફ્લોઈડનો વિજય થયો હતો. પણ તે મેચ બાદ ઘણા બધા બોક્સિંગના ફેન, MMAના ફેન બની ગયા છે. એમ તો MMA ના ઉદયના પાછળ ઘણા બધા કારણો છે. પણ આ કારણોના લીધે આજે MMA દુનિયામાં ત્રીજા નંબરનો પ્રખ્યાત સ્પોર્ટ છે.


Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!
 


Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube