નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર આ સમયે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વિશ્વ કપ રમી રહ્યો છે. આ વચ્ચે તેના ઘરે પુત્રીનો જન્મ થયો છે. ડેવિડ વોર્નરની પત્ની કેન્ડી વોર્નરે એક બેબી ગર્લને જન્મ આપ્યો છે. વોર્નરે તેની જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેવિડ વોર્નર અને કેન્ડી વોર્નરના પરિવારમાં આ ત્રીજા બાળકનો જન્મ થયો છે. વોર્નરને પહેલાથી બે પુત્રી છે. આ વાતથી વોર્નર ઘણો ખુશ છે. ડેવિડ વોર્નરે પોતાની આ પુત્રીનું નામ ઇસ્લા રોઝ વોર્નર રાખ્યું છે. ડેવિડ વોર્નરે જણાવ્યું કે, તેની પત્ની અને બેટી સ્વસ્થ છે. 



ડેવિડ વોર્નરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેની પત્ની અને બે પુત્રીઓ નવા સભ્ય સાથે ખુશ જોવા મળી રહ્યાં છે. તો ડેવિડ વોર્નરે આ પોસ્ટમાં લખ્યું છે, 'અમે અમારા નવા સભ્યનું નામ ઇસ્લા રોઝ વોર્નર (પુત્રીનું નામ)નું પરિવારમાં સ્વાગત કરીએ છીએ, જેનો જન્મ ગત રાત્રીએ 10.30 કલાકે થયો છે. પત્ની કેન્ડી વોર્નર સ્વસ્થ છે. માતા અને પુત્રી ઠીક છે અને મોટી બહેનની ખુશીનું ઠેકાણું નથી. હેશટેગ પ્રાઉડ ડેડ.'