નવી દિલ્હીઃ David Warner 46th Century: સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે ઈતિહાસ રચી દીધો છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી છે, પરંતુ ડેવિડ વોર્નરે તેનો એક મોટો રેકોર્ડ તોડી દીધો છે. ડેવિડ વોર્નરે આ મેચમાં 93 બોલમાં 12 ચોગ્ગા અને ત્રણ સિક્સની મદદથી 106 રન ફટકાર્યા છે. આ તેના આંતરરાષ્ટ્રીય કરિયરની 46મી સદી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તોડ્યો સચિનનો રેકોર્ડ
ડેવિડ વોર્નર ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. આ પહેલા સચિને ઓપનિંગ બેટર તરીકે 45 સદી ફટકારી હતી. સચિનની આ તમામ સદી વનડે ક્રિકેટમાં છે. તો ડેવિડ વોર્નરે ત્રણેય ફોર્મેટમાં મળીને આ આંકડો પાર કર્યો છે. આ યાદીમાં ક્રિસ ગેલ 42 સદી સાથે ત્રીજા નંબર પર છે. આ સિવાય વોર્નરે ઓપનિંગ બેટર તરીકે વનડેમાં 6000 રન પણ પૂરા કર્યાં છે. તેણે આ કમાલ 140 ઈનિંગમાં કર્યો છે. 


આ પણ વાંચોઃ વિરાટ-રોહિતને આઉટ કરનાર પાકિસ્તાની બોલરની ભારતને ચેતવણી; કહ્યું- આ તો શરૂઆત...


આ લિસ્ટમાં બીજા નંબર પર પહોંચ્યો વોર્નર
વોર્નરે વર્ષ 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યુ હતું અને તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી તમામ સદી ઓપનર તરીકે ફટકારી છે. ડેવિડ વોર્નર વર્તમાન સમયમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓના લિસ્ટમાં સંયુક્ત રીતે બીજા સ્થાને આવી ગયો છે. તેણે ઈંગ્લેન્ડના સ્ટાર બેટર જો રૂટની બરોબરી કરી છે. રૂટ 46 સદી ફટકારી ચુક્યો છે. આ લિસ્ટમાં ભારતનો સ્ટાર બેટર વિરાટ કોહલી સૌથી આગળ છે. કોહલી અત્યાર સુધી 76 સદી ફટકારી ચુક્યો છે. 


ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી


ડેવિડ વોર્નર     46 સદી
સચિન તેંડુલકર  45 સદી
ક્રિસ ગેલ          42 સદી
સનથ જયસૂર્યા  41 સદી
મેથ્યુ હેડન        40 સદી


આ પણ વાંચોઃ Asia Cupમાં વચ્ચેથી જ ભારતના આ મેચ વિનરને મોકલી દેવાયો ઘરે! ટીમનો સાથીદાર બન્યો કારણ


સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર વર્તમાન બેટર
76 સદી- વિરાટ કોહલી
46 સદી - ડેવિડ વોર્નર
46 સદી- જો રૂટ
44 સદી- રોહિત શર્મા
44 સદી- સ્ટીવ સ્મિથ
41 સદી- કેન વિલિયમસન
31 સદી- બાબર આઝમ
25 સદી- તમીમ ઈકબાલ
24 સદી- ક્વિન્ટન ડી કોક
24 સદી- શિખર ધવન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube