History For David Warner: ડેવિડ વોર્નરે ઈતિહાસ રચ્યો, મેલબર્ન ટેસ્ટમાં આ મહારેકોર્ડ બનાવ્યો
David Warner Record: ડેવિડ વોર્નર 100મી ટેસ્ટમાં બેવડી સદી કરનાર વિશ્વનો બીજો અને સદી ફટકારનાર ટેસ્ટ ઈતિહાસનો 10મો ખેલાડી બની ગયો છે. તેણે MCG ખાતે દક્ષિણ આફ્રિકા સામેની રોલીકિંગ ઇનિંગ્સ સાથે લગભગ ત્રણ વર્ષનો ટેસ્ટ સદીનો દુષ્કાળ તોડ્યો હતો. આ ટેસ્ટમાં તેણે તેની 25મી ટેસ્ટ સદી પણ ફટકારી હતી. પોતાની 100મી ટેસ્ટ મેચને યાદગાર બનાવતા ડેવિડ વોર્નરે સદી ફટકારી હતી.
David Warner: ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનીંગ બેસ્ટમેન ડેવિડ વોર્નરે મંગળવારે મેલબોર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચના બીજા દિવસે બેવડી સદી ફટકારીને એક મોટો મહારેકોર્ડ બનાવ્યો છે. ડેવિડ વોર્નર તેની ટેસ્ટ કારકિર્દીની આ 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે, જેમાં તેણે 254 બોલમાં 200 રન બનાવ્યા છે. ડેવિડ વોર્નરે આ ઇનિંગ દરમિયાન 16 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન ડેવિડ વોર્નરનો સ્ટ્રાઈક રેટ 78.74 રહ્યો છે.
ડેવિડ વોર્નર 100મી ટેસ્ટમાં બેવડી સદી કરનાર વિશ્વનો બીજો અને સદી ફટકારનાર ટેસ્ટ ઈતિહાસનો 10મો ખેલાડી બની ગયો છે. તેણે MCG ખાતે દક્ષિણ આફ્રિકા સામેની રોલીકિંગ ઇનિંગ્સ સાથે લગભગ ત્રણ વર્ષનો ટેસ્ટ સદીનો દુષ્કાળ તોડ્યો હતો. આ ટેસ્ટમાં તેણે તેની 25મી ટેસ્ટ સદી પણ ફટકારી હતી. પોતાની 100મી ટેસ્ટ મેચને યાદગાર બનાવતા ડેવિડ વોર્નરે સદી ફટકારી હતી.
ડેવિડ વોર્નરે ઈતિહાસ રચી દીધો:
ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરે પોતાની 100મી ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. ડેવિડ વોર્નર પોતાની 100મી ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન અને વિશ્વનો બીજો બેટ્સમેન છે. ત્રણ વર્ષ બાદ ફોર્મમાં પરત ફરતા ડેવિડ વોર્નરે 254 બોલમાં 200 રન ફટકાર્યા અને બેટથી આગ લગાવી દીધી હતી. ચો તરફ બોલરોને ફટકાર્યા હતા. જો કે ડેવિડ વોર્નર ધમાલ મચાવી શક્યો હોત પરંતુ 200 રન બનાવ્યા બાદ તે રિટાયર હર્ટ થઈ ગયો છે. જો કે, ડેવિડ વોર્નર પણ આ મેચમાં ફરીથી બેટિંગ કરવા ઉતરી શકે છે.
મેલબોર્ન ટેસ્ટમાં બેવડી સદી ફટકારીને આ મહાન રેકોર્ડ બનાવ્યો હતો:
મેલબોર્નમાં ગરમીના કારણે ડેવિડ વોર્નર નિવૃત્ત થયો હતો. આ મેચમાં ડેવિડ વોર્નરે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડા, એનરિક નોરખિન્યા અને લુંગી એનગિડીની બોલિંગની ધજ્જિયાં ઉડાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાના તોફાની ઓપનર ડેવિડ વોર્નરે અગાઉ જાન્યુઆરી 2021માં તેની છેલ્લી ટેસ્ટ સદી ફટકારી હતી અને હવે વર્ષ 2022માં તેણે 200 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને તેની 3 વર્ષની સદીના દુષ્કાળનો અંત લાવ્યો છે. આ સાથે ડેવિડ વોર્નરે સચિન તેંડુલકરના એક મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ડેવિડ વોર્નરે ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 45 સદી ફટકારી છે. સચિન તેંડુલકરે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે 45 સદી ફટકારી હતી.
સક્રિય ખેલાડીઓ દ્વારા ટેસ્ટમાં સૌથી વધુ બેવડી સદી:
1. વિરાટ કોહલી - 7
2. જો રૂટ - 5
3. સ્ટીવ સ્મિથ - 4
4. કેન વિલિયમસન - 4
5. ડેવિડ વોર્નર - 3*
6. ચેતેશ્વર પૂજારા - 3
ડેવિડ વોર્નરે આ તમામ રેકોર્ડ બનાવ્યા છે:
100મી ટેસ્ટમાં બેવડી સદી
બોક્સિંગ ડે ટેસ્ટમાં બેવડી સદી
- એમસીજી (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ) ખાતે બેવડી સદી
100મી ટેસ્ટમાં 200 રન બનાવનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન
100મી ટેસ્ટમાં 200 રન બનાવનાર બીજો ખેલાડી
ટેસ્ટમાં તેની ત્રીજી બેવડી સદી
ડેવિડ વોર્નરે જ્યારે સદી પુરી કરી ત્યારે બધા ખુશ થઈ ગયા હતા. વોર્નરની શાનદાર ઈનિંગ બાદ સ્ટેડિયમમાં બેઠેલી કેન્ડિસે ઉભા થઈને તાળીઓ પાડી હતી. આ દરમિયાન તેની આંખોમાં આંસુ આવી ગયા અને ખુબ જ ભાવુક બની ગઈ હતી. ભલે કેન્ડિસે તેની આંખો પર ગોગલ્સ પહેર્યા હતા, પરંતુ તેના ચહેરાના હાવભાવ જોઈને ખબર પડી ગઈ હતી કે તેની આંખોમાં આંસુ આવી ગયા છે.
આ પણ વાંચોઃ
Namrata Malla ની આ બોલ્ડ તસવીરોએ ઈન્ટરનેટ પર મચાવી છે બબાલ! જુઓ હોટ તસવીરો
જે ફિલ્મની ટિકિટ માટે થાય છે પડાપડી, એ જ ફિલ્મ જોતી વખતે એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ!
મંદિરમાં ફેરાફરી, ચોરી છૂપે લગ્ન કરી, શૂટિંગના સેટ પર ભાગી હતી આ હીરોઈન!