નવી દિલ્હીઃ Ind vs Aus: ભારત અને યજમાન ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. શ્રેણીનો બીજો મુકાબલો મેલબોર્નમાં ચાલી રહ્યો છે. આ બંન્ને મેચમાં કાંગારૂ ઓપનર ડેવિડ વોર્નર રમી શક્યો નથી. વોર્નર ગ્રોઇન ઇંજરીથી પરેશાન છે અને તેણે ત્રીજી મેચમાં પણ બહાર રહેવું પડી શકે છે. આ ગંભીર ઈજામાંથી વોર્નર હજુ સંપૂર્ણ પણે રિકવર થઈ શક્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે રવિવારે ખુલાસો કર્યો છે કે વોર્નર આગામી મેચની તૈયારીના ભાગ રૂપે નેટ્સમાં બેટિંગ કરી રહ્યો છે, પરંતુ બીજી વનડે દરમિયાન થયેલી ઈજાને કારણે તે હજુ દોડવામાં સક્ષમ લાગી રહ્યો નથી. ઓસ્ટ્રેલિયાને પ્રથમ બે ટેસ્ટ મેચમાં સારી શરૂઆત મળી નહીં. તેવામાં મેનેજમેન્ટને વોર્નર પાસે આશા છે, પરંતુ તે હજુ સંપૂર્ણ ફિટ નથી. 


આ પણ વાંચોઃ IND vs AUS Boxing Day Test: 35 વર્ષ બાદ Team India એ કરી બતાવ્યો જાદૂ


ચેનલ 7 પર વાત કરતા ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે કહ્યુ, કોઈ વધુ પ્રોફેશનલ નથી અને તે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યો છે. અમે તેને મેચના એક દિવસ પહેલા બેટિંગ કરતો જોયો. તે આજે બપોરે ફરી એમસીજીમાં બેટિંગ કરી રહ્યો છે, તેથી તે પોતાની બેટિંગના મામલામાં પ્રયાસ કરી રહ્યો છે. તેને હજુ પણ થોડી મુશ્કેલી થઈ રહી છે. 


કોચે આગળ કહ્યું, 'વિકેટો વચ્ચે તેનું દોડવુ, દરેક સમયે તેની મૂવમેન્ટ, તેથી તે નજીક આવી રહ્યો છે અને અમે આશા કરીએ કે તે જલદી રિકવર થઈ જશે. આગામી ટેસ્ટ મેચ માટે હજુ થોડા દિવસની વાર છે.' વોર્નરની ગેરહાજરીમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા જો બર્ન્સને તક આપવામાં આવી છે. બર્ન્સે પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી, પણ બોક્સિંગ ડે ટેસ્ટમાં તે ફ્લોપ રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર