David Warner Retirement: ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી કરી સંન્યાસની જાહેરાત, જણાવ્યું ક્યારે રમશે છેલ્લી મેચ
David Warner AUS: ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલાં કાંગારૂ દિગ્ગજે પોતાના કરિયર અંગે મોટી વાત કહી છે.
લંડનઃ David Warner Retirement Test Cricket Australia: ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ICCએ આ માહિતી સત્તાવાર વેબસાઇટ પર શેર કરી છે. તે જાન્યુઆરી 2024માં પાકિસ્તાન સામે તેની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ રમશે. આ પહેલા વોર્નર એશિઝ સિરીઝ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ રમશે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે જાન્યુઆરી 2024માં ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ દરમિયાન વોર્નર છેલ્લી મેચ રમશે.
વોર્નર વર્તમાનમાં ઈંગ્લેન્ડમાં છે અને તે ભારત વિરુદ્ધ રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની તૈયારી કરી રહ્યો છે. વોર્નર ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે 16 જૂનથી શરૂ થનારી એશિઝ સિરીઝ રમશે. આઈસીસીની વેબસાઇટ પર છપાયેલા સમાચાર પ્રમાણે વોર્નરે હાલમાં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ અંગે વાત કરી છે. તે જાન્યુઆરી 2024માં પાકિસ્તાન વિરુદ્ધ સિડની ટેસ્ટ દરમિયાન નિવૃત્તિ લેશે. આ તેનું હોમ ગ્રાઉન્ડ છે. તે આ પહેલાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સિરીઝ રમી શકે છે.
આ ભારતીય ખેલાડી WTC ફાઇનલમાં કરશે ડેબ્યૂ! બોલરોની લાઇન-લેન્થ બગાડવામાં છે એક્સપર્ટ
ઉલ્લેખનીય છે કે વોર્નરનું અત્યાર સુધીનું કરિયર શાનદાર રહ્યુ છે. તેણે 102 ટેસ્ટ મેચમાં 8158 રન બનાવ્યા છે. આ દરમિયાન વોર્નરે ત્રણ ત્રેવડી સદી, 25 સદી અને 34 અડધીસદી ફટકારી છે. તેનો આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર 335 રન છે. તે ભારત, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન સહિત ઘણી મોટી ટીમો વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરી ચુકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube