નવી દિલ્હીઃ David Willey Retirement: વિશ્વકપ બાદ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ડેવિડ વિલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ પોસ્ટ દ્વારા વિલીએ કહ્યું કે વિશ્વકપ-2023 બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. પોતાની પોસ્ટમાં ડેવિડ વિલીએ લખ્યું કે હું ક્યારેય નથી ઈચ્છતો કે આ દિવસ ક્યારેય આવે. યુવા ઉંમરથી ઈંગ્લેન્ડ માટે રમવાનું સપનું હતું. પરંતુ આ જાહેરાત કરતા મને સારૂ નથી લાગી રહ્યું કે આ વિશ્વકપ બાદ હું ક્રિકેટને અલવિદા કહી દઈશ.


ઈંગ્લેન્ડની જર્સી પહેરી હંમેશા ગર્વનો અનુભવ થયોઃ વિલી
ડેવિડ વિલીએ લખ્યું કે ઈંગ્લેન્ડની જર્સી પહેરી મને હંમેશા ગર્વનો અનુભવ થયો છે. હું ખુબ ભાગ્યશાળી રહ્યો કે આ શાનદાર ટીમનો ભાગ રહ્યો, ઘણા મોટા ખેલાડીઓ સાથે રમવાની તક મળી. આ રમત સાથે મારી અનેક ખાસ યાદો જોડાયેલી છે. આ દરમિયાન મારા ઘણા સારા મિત્રો બન્યા. પરંતુ મારા કરિયરમાં ઉતાર-ચઢાવ આવતા રહ્યાં. ઘણીવાર મુશ્કેલ સમયમાંથી પસાર થયો. સાથે ડેવિડ વિલીએ પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું કે વિશ્વકપમાં ઈંગ્લેન્ડનું ખરાબ પ્રદર્શન જારી છે, પરંતુ મારી નિવૃત્તિને તેની સાથે કોઈ લેવાદેવા નથી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube