IPL 2020: દીપક ચાહરે ન માની ભાઈ રાહુલની વાત, ચેન્નઈ માટે ઊભી થઈ મોટી સમસ્યા
આઈપીએલના સત્તાવાર નિવેદન પ્રમાણે સીએસકે ફ્રેન્ચાઇઝીમાં કુલ 13 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં બે ખેલાડીઓ સામેલ છે.
નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચાહર IPL 2020 પહેલા કોરોના પોઝિટિવ થયો છે. ત્યારબાદ ટીમના અન્ય સભ્યોની જેમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. હવે એક એવી તસવીર સામે આવી છે, જેમાં દીપક ચાહર પોતાના સીએસકેના સાથી ખેલાડીઓ સાથે ફ્લાઇટમાં જોવા મળી રહ્યો છે, જેમાં બધા યૂએઈ ગયા હતા. આ તસવીર એક યૂઝરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અને ચોંકાવનારી વાત છે કે આ તસવીર પર દીપક ચાહરના પિતરાઇ ભાઈ રાહુલ ચાહરે કોમેન્ટ કરી હતી.
રાહુલે કોમેન્ટ કરતા લખ્યુ હતું કે, તારૂ માસ્ક ક્યાં છે અને તમે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કરી રહ્યાં નથી. આ તસવીર ત્યારની છે જ્યારે સીએસકેના ખેલાડીઓ દુબઈ જઈ રહ્યાં હતા. તો એક યૂઝરે લખ્યું કે, ક્યારેક-ક્યારેક નાના ભાઈ અને બહેન વધુ કાબિલ હોય છે. એટલે કે સ્પષ્ટ છે કે આ તસવીરને જોયા બાદ દીપક ચાહરને લઈને રાહુલ ચાહરે ચિંતા વ્યક્ત કરી હતી અને પૂછ્યું હતું કે, તમે કોવિડ 19ને નજરઅંદાજ કરી રહ્યાં છે. તો રાહુલની વાત પર દીપકે લખ્યુ કે ટીમના બધા ખેલાડીઓના બે વખત ટેસ્ટ થયા છે અને બધા નેગેટિવ આવ્યા છે. અમે પોતાના પરિવારની સાથે માસ્ક પહેરતા નથી. હવે દીપકનું બેદરકારીભર્યું વલણ તેને ભારે પડી ગયું છે.
IPL ઈતિહાસઃ આ ત્રણ ટીમોએ મેળવી છે રનના અંતરથી આઈપીએલની સૌથી મોટી જીત
જ્યારે દીપક ચાહર પોઝિટિવ છે અને પોતાના સાથી ખેલાડીઓની સાથે એક પ્લેનમાં યૂએઈ ગયો હતો. તેવામાં એક ગંભીર સવાલ છે કે ક્યા-ક્યા ખેલાડી તેનાથી સંક્રમિત થાય છે. દીપક બાદ ચેન્નઈના વધુ એક ખેલાડીને કોરોના થયો છે. ચેન્નઈની ટીમ હવે વધુ એક સપ્તાહ અભ્યાસ પણ શરૂ કરી શકશે નહીં. બીજીતરફ ચેન્નઈનો સ્ટાર ખેલાડી સુરેશ રૈના પણ અંગત કારણોસર આઈપીએલમાંથી ખસી ગયો છે.
વાંચો આઈપીએલના તમામ સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube