IPL 2021: Delhi Capitals ટાઈટલ માટે પ્રબળ દાવેદાર, ટીમની આ તાકાત બનાવે છે તેને ઘાતક
IPL 2021: દિલ્લી કેપિટલ્સની ટીમ મજબૂત બેટિંગ અને શાનદાર પેસ બોલિંગ યૂનિટના દમ પર આ વખતે ટાઈટલ જીતવાની પ્રબળ દાવેદાર છે. ઋષભ પંતને શ્રેયસ ઐય્યર ઈજાગ્રસ્ત થતાં કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે. ઈંગ્લેન્ડ સામે વન-ડે સિરીઝમાં શ્રેયસને ખભામાં ઈજા થઈ હતી.
નવી દિલ્લી: દિલ્લી કેપિટલ્સની ટીમ ઋષભ પંતની કેપ્ટનશીપમાં ફરી એકવાર પોતાનો દમ બતાવવા માટે તૈયાર છે. દિલ્લી કેપિટલ્સ 2020ની સિઝનમાં ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. દિલ્લી કેપિટલ્સની ટીમ મજબૂત બેટિંગ અને શાનદાર પેસ બોલિંગ યૂનિટના દમ પર આ વખતે ટાઈટલ જીતવાની પ્રબળ દાવેદાર છે. ઋષભ પંતને શ્રેયસ ઐય્યર ઈજાગ્રસ્ત થતાં કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે. ઈંગ્લેન્ડ સામે વન-ડે સિરીઝમાં શ્રેયસને ખભામાં ઈજા થઈ હતી. દિલ્લી કેપિટલ્સને 10 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ સામે પહેલી મેચ રમવાની છે.
IPL 2021: એક જ વખત ટ્રોફી જીતનાર રાજસ્થાન રોયલ્સની આ વખતે કેવી છે ટીમ, જુઓ એક ઝલક
દિલ્લીની તાકાત:
દિલ્લી કેપિટલ્સ ટુર્નામેન્ટની સૌથી સંતુલિત ટીમમાંથી એક છે. જેની પાસે મજબૂત બેટિંગ ક્રમ અને શાનદાર ઝડપી આક્રમણ છે. ટોપ ઓર્ડરમાં શિખર ધવન, પૃથ્વી શૉ અને અજિંક્ય રહાણે જેવા અનુભવી બેટ્સમેન છે. દિલ્લી કેપિટલ્સ પાસે ઋષભ પંત, માર્ક્સ સ્ટોઈનિસ, શેમરોન હેટમાયર અને સેમ બિલિંગ્સ જેવા આક્રમક બેટ્સમેન છે. જ્યારે સ્ટીવ સ્મિથના આવવાથી બેટિંગ લાઈન અપ વધારે મજબૂત બની છે. ધવન છેલ્લી સિઝનમાં 618 રન બનાવી સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં બીજા સ્થાને રહ્યો હતો. ઈંગ્લેન્ડ સામે વન-ડે સિરીઝમાં તેણે 98 અને 67 રન બનાવ્યા હતા. જ્યારે શૉએ વિજય હજારે ટ્રોફીમાં 827 રન બનાવીને ફોર્મમાં પાછા ફરવાની જાહેરાત કરી હતી. પંત ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે સિરીઝમાં મેચ જીતાડનારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યો. બોલિંગમાં દક્ષિણ આફ્રિકાના કેગિસો રબાડાએ છેલ્લી સિઝનમાં પર્પલ કેપ મેળવી હતી. જ્યારે એનરિચ નોર્ટઝેની બોલિંગ પણ શાનદાર છે. ટીમની પાસે ક્રિસ વોક્સ, ઈશાંત શર્મા અને ઉમેશ યાદવ જેવા ઝડપી બોલર પણ છે.
IPL 2021: ડેવિડ વોર્નરના નેતૃત્વમાં મેદાને ઉતરશે સનરાઈઝર્સ હૈદરાબાદ, જાણો ટીમના નબળા અને સબળા પાસા
દિલ્લીની નબળાઈ:
દિલ્લીની મૂળ નબળાઈ પોતાના ધુરંધર ખેલાડીઓના વિકલ્પ તરીકે તેમની ટક્કરના ખેલાડીઓનો અભાવ છે. આ કારણ છે કે તે રબાડા અને એનરિચ નોર્ટઝેને આરામ આપી શકશે નહીં. વિકેટકીપિંગમાં પણ ઋષભ પંતના ઈજાગ્રસ્ત થવા પર તેમની પાસે કોઈ વિકલ્પ નથી. બોલિંગમાં ઈશાંત અને ઉમેશ હવે ટી-20 ફોર્મેટની ક્રિકેટમાં રમતા નથી.
ગોલ્ડન ચાન્સ:
ઋષભ પંતની પાસે આ મોટી તક છે કે તે મહેન્દ્ર સિંહ ધોનીના પડછાયામાંથી બહાર નીકળીને ટાઈટલની સાથે પોતાને સાબિત કરી શકે. તેની પાસે ટી-20 વર્લ્ડકપની તૈયારીનો પણ ગોલ્ડન ચાન્સ છે. જ્યારે ધવન ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાની જગ્યા નક્કી કરવા માગશે.
જોખમ:
ઋષભ પંતે ધ્યાન રાખવું પડશે કે કેપ્ટનશીપના વધારાના ભાર નીચે તેની આક્રમક બેટિંગ પ્રભાવિત ન થાય. દિલ્લીની ટીમે રબાડા અને એનરિચ નોર્ટિઝ પર વધારે પડતી નિર્ભરતાથી બચવું પડશે. 2020માં પહેલી 9માંથી 7 મેચ જીત્યા પછી દિલ્લી સતત 4 મેચ હારી ગઈ હતી. તેનાથી બચવું પડશે.
IPL 2021માં જાણો પંજાબ કિંગ્સની ટીમમાં કોણ IN અને કોણ થયું OUT
ટીમ:
શિખર ધવન, પૃથ્વી શૉ, અજિંક્ય રહાણે, ઋષભ પંત, શિમરોન હેટમાયર, માર્કસ સ્ટોઈનિસ, ક્રિસ વોક્સ, આર.અશ્વિન, અક્ષર પટેલ, અમિત મિશ્રા, લલિત યાદવ, પ્રવીણ દુબે, કેગિસો રબાડા, એનરિચ નોર્ટિઝ, આવેશ ખાન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, સ્ટીવ સ્મિથ, રિપલ પટેલ, વિષ્ણુ વિનોદ, લુકસાન મેરિવાલા, એમ. સિદ્ધાર્થ, ટોમ કરન, સેમ બિલિંગ્સ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube