નવી દિલ્હીઃ આઈપીએલ 2020 (IPL 2020)ને લઈને બધી આઈપીએલ ફ્રેન્ચાઇઝી ટીમ પોત-પોતાની તૈયારીમાં લાગી છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યાં છે કે દિલ્હી કેપિટલ્સ તરફથી એક નવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં તે જણાવવામાં આવ્યું છે કે આઈપીએલ સીઝન 13 માટે દિલ્હીની ટીમે બોલિંગ કોચની કમાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર રેયાન હેરિસને સોંપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા છેલ્લા 2 વર્ષથી કાંગારૂ ટીમનો પૂર્વ ઓલરાઉન્ડર જેમ્સ હોપ્સ દિલ્હીની બોલિંગ કોચની કમાન સંભાળતો હતો. પરંતુ વ્યક્તિગત કારણોસર હોપ્સ આ વખતે દિલ્હી કેપિટલ્સની સાથે યૂએઈ જોડાશે નહીં. આ કારણે આઈપીએલની ટીમ દિલ્હીએ રેયાન હેરિસને નવો બોલિંગ કોચ બનાવ્યો છે. 


મહત્વનું છે કે દિલ્હી કેપિટલ્સની ટીમે આ વાતની જાણકારી પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રેયાન હેરિસને બોલિંગ કોચના આધાર પર જેમ્સ હોપ્સને રિપ્લેશ કર્યો છે. તેની પહેલા દિલ્હીની ટીમે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સના સ્થાને સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિચ નોર્તર્જેને ટીમમાં સામેલ કર્યો હતો. 


IPL ઈતિહાસ: Playoff મુકાબલામાં આ ખેલાડીઓએ ફટકાર્યા છે સૌથી વધુ રન  

રેયાન હેરિસે વર્ષ 2015મા ઘુંટણની ઈજાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તેની પહેલા હેરિસે ઓસ્ટ્રેલિયા માટે 27 ટેસ્ટમાં 113 વિકેટ હાસિલ કરી છે. આ સાથે વનડેમાં તેના નામે 44 અને ટી20મા ત્રણ વિકેટ છે. જો હેરિસના આઈપીએલ કરિયરની વાત કરવામાં આવે તો તેણે 37 મેચમાં 45 વિકેટ ઝડપી છે. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર