IPL 2022 DC vs MI: આઈપીએલ 2022 રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. ગઈકાલે મુંબઈ અને દિલ્હીની વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ માટે કરો યા મરોનો મુકાબલો હતો. બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મુંબઈ જીતે તેવી દુઆ કરતું હતું કારણ કે તો જ તેમના માટે પ્લેઓફમાં પહોંચવાનો માર્ગ ખૂલી એમ હતો. ત્યારે આ તમામ વાતો વચ્ચે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતની એવી કઈ ભૂલ ભારે પડી ગઈ કે દિલ્હીની ટીમને હારનો સામનો કરવો પડ્યો. IPLની 69મી મેચ શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ દિલ્હીને 5 વિકેટે હરાવ્યું હતું. 160 રનનો પીછો કરતા મુંબઈએ આ લક્ષ્યાંક 19.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ માટે આ મેચમાં જીતનો હીરો ટિમ ડેવિડ હતો જેણે 11 બોલમાં 34 રન બનાવ્યા હતા. તેના સિવાય ઈશાન કિશને 48 અને બ્રેવિસે 37 રનનું યોગદાન આપ્યું હતું. અંતે રમણદીપ સિંહે 6 બોલમાં 13 રન ફટકારીને મુંબઈને આ મેચમાં જીત અપાવી હતી. આ મેચમાં હાર બાદ દિલ્હીની ટીમ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે બેંગ્લોરે પ્લેઓફમાં જગ્યા બનાવી હતી.


IPL 2022 Playoffs: હવે આ 4 ટીમો વચ્ચે હશે ઝગમગાતી ટ્રોફીની લડાઈ, ક્યારે કઈ ટીમની હશે મેચ, જાણો IPLનું હવે પછીનું ગણિત


પંતની બે ભૂલો ભારે પડી
દિલ્હી કેપિટલ્સ ભલે આ મેચ હારી ગઈ હોય, પરંતુ મેચ દરમિયાન એક સમયે ટીમ ઘણી મજબૂત હતી. પરંતુ કેપ્ટન ઋષભ પંતની બે ભૂલોએ ટીમને પ્લેઓફમાં પહોંચતી અટકાવી હતી. પ્રથમ ભૂલ ટિમ ડેવિડના રિવ્યૂ અને બીજી ભૂલ ડેવાલ્ડ બ્રેવિસનો કેચ. બ્રેવિસના આઉટ થયા બાદ ડેવિડ બેટિંગ કરવા આવ્યો હતો. પહેલો જ બોલ ડેવિડના બેટને વાગ્યો અને પંતના હાથમાં ગયો. બોલર શાર્દુલ અને પંતે પણ અપીલ કરી હતી પરંતુ પંતે રિવ્યુ લીધો ન હતો. રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ બેટ સાથે અથડાયો હતો. આ સમયે દિલ્હીની 2 રિવ્યૂ બાકી હતા. આ જીવનદાનનો ફાયદો ઉઠાવતા ટિમ ડેવિડે 11 બોલમાં 34 રન બનાવ્યા હતા.


બ્રેવિસનો કેચ છોડ્યો
આ સિવાય પંતે ડીવાલ્ડ બ્રેવિસનો કેચ પણ છોડ્યો હતો. જ્યારે બ્રેવિસ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે કુલદીપના એક બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. બોલ હવાઈ ફાયર હતો, પંત આ કેચ લેવા ગયો અને તેની પાસેથી કેચ છૂટી ગયો. બ્રેસસે 33 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ બે ભૂલોએ દિલ્હીને ન માત્ર મેચથી દૂર રાખ્યું પરંતુ પ્લેઓફમાં પહોંચવાનું સપનું ચકનાચૂર કર્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube