Delhi Capitals ની જર્સી કોરોના વોરિયર્સને કરાશે સમર્પિત, જર્સી પર લખ્યો હશે આ સંદેશ
દિલ્હી કેપિટલ્સના સીનિયર ફાસ્ટ બોલર ઇશાંત શર્મા, સ્પિનર અમિત મિશ્રા અને સહાયક કોચ મોહમંદ કૈફએ વર્ચુઅલ મીટમાં કેટલાક કોરોના યોદ્ધાઓ સાથે વાત પણ કરી જેમાં ડોક્ટર અને પોલીસ અધિકારીઓ સામેલ હતા.
નવી દિલ્હી: આઇપીએલ (IPL)ની ટીમ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ કહ્યું કે તે યૂએઇમાં ટૂર્મામેન્ટ દરમિયાન જે જર્સી પહેરશે તેના પર 'થેક્યૂ કોવિડ વોરિયર્સ' (Thank You COVID Warriors) લખ્યું હશે જે કોરોના વાયરસની મહામારી વચ્ચે કામ કરી રહેલા કોરોના યોદ્ધાઓના જૂનૂનને સલામ હશે. આઇપીએલની શરૂઆત આજે ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે પહેલી મેચથી થશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube