નવી દિલ્હીઃ શાનદાર ફોર્મમાં ચાલી રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ આઈપીએલ મેચ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે નિચલા ક્રમના અનિયમિત પ્રદર્શનની સમસ્યાથી છૂટકારો મેળવવો પડશે. કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ નિચલા ક્રમના બેટ્સમેનો ટકી શક્યા નહતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ પણ આ હાલ થયો હતો. બીજી તરફ સતત બે જીત મેળવ્યા બાદ સનરાઇઝર્સનો આત્મવિશ્વાસ આસમાને છે. દિલ્હીએ ત્રણ વખતની પૂર્વ ચેમ્પિયન મુંબઈને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી પરંતુ ત્યારબાદથી નિચલો ક્રમ તેના માટે મુશ્કેલ બનેલો છે. 


દિલ્હી આઠ ટીમોમાં ચાર મેચ બાદ બે જીતની સાથે પાંચમાં સ્થાન પર છે. કેકેઆર વિરુદ્ધ અંતિમ ઓવરમાં ટીમ છ રન ન બનાવી શક્યો અને મેચ સુપર ઓવર સુધી ખેંચ્યો હતો. સુપર ઓવરમાં કાગિસો રબાડાના શાનદાર યોર્કરને કારણે ટીમ જીતી હતી. 


પંજાબ વિરુદ્ધ દિલ્હીએ ગત મેચમાં અંતિમ સાત વિકેટ 8 રનની અંદર ગુમાવી અને 14 રનથી હારી ગઈ હતી. ત્યારબાદ અય્યરે કહ્યું હતું, 'મારી પાસે શબ્દ નથી.' આ નિરાશાજનક છે. આ મહત્વનો મેચ હતો અમારે જીતવાની જરૂર હતી. અમારે સારી માનસિક તૈયારી કરવી પડશે. 


દિલ્હીની પાસે રબાડા સિવાય ટ્રેન્ટ બોલ્ટ અને ઈશાંત શર્મા જેવા બોલર છે. નેપાળના લેગ સ્પિનર સંદીપ લામિછાનેએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. અસલી મુકાબલો રબાડા અને ક્રિસ મોરિસ જેવા દિલ્હીના ફાસ્ટ બોલરો અને શાનદાર પ્રદર્શન કરી રહેલા ડેવિડ વોર્નર તથા જોની બેયરસ્ટો જેવા સનરાઇઝર્સના બેટ્સમેન વચ્ચે હશે. વોર્નર અને બેયરસ્ટોએ આ વર્ષે ત્રણેય મેચોમાં સદીની ભાગીદારી કરી છે. કેકેઆર વિરુદ્ધ 118 રનની ભાગીદારી બાદ રોયલ્સ વિરુદ્ધ 110 અને આરસીબી વિરુદ્ધ 185 રન જોડ્યા હતા. 


આરસીબી વિરુદ્ધ ગત મેચમાં વોર્નર અને બેયરસ્ટો બંન્નેએ સદી ફટકારી હતી. વોર્નરે રોયલ્સ વિરુદ્ધ 37 બોલમાં 69 રન બનાવ્યા જ્યારે આરસીબી વિરુદ્ધ 55 બોલમાં અણનમ 100 રનની ઈનિંગ રમી હતી. કેકેઆર વિરુદ્ધ પ્રથમ મેચમાં તેણે 85 રન બનાવ્યા હતા. કેકેઆર વિરુદ્ધ પ્રથમ મેચમાં છ વિકેટે પરાજય બાદ હૈદરાબાદે જીતના પાટા પર વાપસી કરી અને હવે તે હેટ્રિક લગાવવા ઈચ્છશે. અફગાન સ્પિનર મોહમ્મદ નબી અને રાશિદ ખાને પણ જીતમાં સૂત્રધારની ભૂમિકા નિભાવી જ્યારે ફાસ્ટ બોલર સંદીપ શર્માએ ચાર વિકેટ ઝડપી પરંતુ અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કમારનું ડેથ ઓવરોમાં એવરેજ પ્રદર્શન ચિંતાનો વિષય છે.