અબુધાબીઃ દિલ્હી કેપિટલ્સ (DC)એ આઈપીએલ 2020 (IPL 2020)ની મહત્વની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને 6 વિકેટે પરાજય આપી પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું છે. દિલ્હીના 16 પોઈન્ટ થઈ ગયા છે અને તે હવે પ્રથમ ક્વોલિફાયરમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. તો મેચ ગુમાવ્યા છતાં વિરાટ કોહલીની ટીમ પણ પ્લેઓફમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 20 ઓવરમાં 7 વિકેટે 152 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 4 વિકેટે 154 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્લેઓફની ત્રણ ટીમ ફાઇનલ
મુંબઈ ઈન્ડિયન્સ પહેલા જ પ્લેઓફમાં પહોંચી ચુકી હતી. હવે આજે દિલ્હી કેપિટલ્સે જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજુ સ્થાન મેળવી લીધું છે. તેના 16 પોઈન્ટ થઈ ગયા છે. આરસીબી પણ હાર બાદ ખુશ છે. તે પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. પ્લેઓફની ચોથી ટીમનો નિર્ણય આવતી કાલે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે રમાનારી મેચ બાદ થશે. જો હૈદરાબાદની ટીમ જીતશે તો તે પ્લેઓફમાં સરળતાથી પહોંચી જશે. જો મુંબઈનો વિજય થશે તો કોલકત્તા નાઇટ રાઇડર્સ પ્લેઓફમાં પહોંચશે. 


પૃથ્વી શોએ કર્યા નિરાશ, ધવનની અડધી સદી
દિલ્હી કેપિટલ્સ તરફથી શિખર ધવન અને પૃથ્વી શોએ ઈનિંગની શરૂઆત કરી હતી. પૃથ્વી શોએ ફરી બધાને નિરાશ કર્યા હતા. તે માત્ર 9 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. દિલ્હીએ પાવરપ્લેમાં 1 વિકેટે 53 રન બનાવ્યા હતા. પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ શિખર ધવન અને રહાણેએ 88 રનની ભાગીદારી કરી હતી. શિખર ધવન 41 બોલમાં 6 ચોગ્ગા સાથે 54 રન બનાવ્યા હતા. તેને શાહબાઝ અહમદે આઉટ કર્યો હતો. 


અંજ્કિય રહાણેની સીઝનની પ્રથમ અડધી સદી
દિલ્હી તરફથી આજે અંજ્કિય રહાણેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. મહત્વની મેચમાં રહાણેએ પણ શાનદાર પ્રદર્શન કરી અડધી સદી ફટકારી હતી. રહાણેએ 37 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. રહાણે 46 બોલમાં એક સિક્સ અને પાંચ ચોગ્ગા સાથે 60 રન બનાવી સુંદરનો શિકાર બન્યો હતો.


IPL 2020: દેવદત્ત પડિક્કલે તોડી દીધો આઈપીએલનો મોટો રેકોર્ડ, મેળવી ખાસ સિદ્ધિ  


કેપ્ટન અય્યર 7 રન બનાવી આઉટ થયો હતો. અંતમાં રિષભ પંત (8*) અને માર્કસ સ્ટોયનિસ (10*)એ દિલ્હીને જીત અપાવી હતી. બેંગલોર તરફથી શાહબાઝ અહમદને બે, સિરાજ, સુંદરને એક-એક સફળતા મળી હતી. 


બેંગલોરની ધીમી શરૂઆત
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની શરૂઆત ધીમી રહી હતી. ટીમ માટે જોશ ફિલિપ અને દેવદત્ત પડિક્કલે ઈનિંગની શરૂઆત કરી હતી. ટીમને જોશ ફિલિપ (12)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. રબાડાને આ સફળતા મળી હતી. પાવરપ્લેમાં બેંગલોરની ટીમે 1 વિકેટે 40 રન બનાવ્યા હતા. 


દેવદત્ત પડિક્કલની પાંચમી અડધી સદી
આરસીબીને બીજો ઝટકો કેપ્ટન વિરાટ કોહલીના રૂપમાં લાગ્યો હતો. કોહલી (29) અશ્વિનનો શિકાર બન્યો હતો. વિરાટ કોહલી આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર આર અશ્વિનની ઓવરમાં આઉટ થયો હતો. કોહલીએ 24 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. દેવદત્ત પડિક્કલે શાનદાર બેટિંગ કરતા ટૂર્નામેન્ટની પાંચમી અડધી સદી ફટકારી હતી. તેણે 41 બોલમાં પાંચ બાઉન્ડ્રી ફટકારી હતી. નોર્ત્જેએ બોલ્ડ કરીને તેની ઈનિંગનો અંત કર્યો હતો. 


CSKના સ્ટાર બેટ્સમેન શેન વોટસને ક્રિકેટ છોડવાનો લીધો નિર્ણયઃ  રિપોર્ટ્સ


ક્રિસ મોરિસ (0)ને નોર્ત્જેએ આઉટ કરીને દિલ્હીને ચોથી સફળતા અપાવી હતી. શિવમ દુબે 11 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે 17 રન બનાવી રબાડાની ઓવરમાં આઉટ થયો હતો. એબી ડિવિલિયર્સ (35) રન આઉટ થયો હતો. તેણે 21 બોલમાં એક ફોર અને બે સિક્સ ફટકારી હતી. ઉડાના ચાર રન બનાવી ઉડાનાનો શિકાર બન્યો હતો. 


દિલ્હી કેપિટલ્સ તરફથી એનરિચ નોર્ત્જેએ 4 ઓવરમાં 33 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. રબાડાએ 4 ઓવરમાં 30 રન આપી બે અને અશ્વિને 18 રન આપી એક સફળતા મેળવી હતી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર